દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વલુન્ડી ગામેથી પોલીસે ૦૫ જુગારીઓને ઝડપી પાડ્યાં : રૂા.૧૭ હજારની રોકડ રકમ કબજે કરાઈ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વલુન્ડી ગામે જાહેરમાં પાના પત્તા વડે જુગાર રમી રહેલા ૦૫ જુગારીઓને પોલીસે દબોચી લઈ રોકડા રૂપીયા ૧૭,૩૭૦ અને મોબાઈલ ફોન મળી કુલ રૂા.૨૧,૮૭૦નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે.
ગત તા.૨૪મી ઓગષ્ટના રોજ વલુન્ડી ગામે જાહેરમાં જુગાર રમી રહેલ મંગળભાઈ પુંજાભાઈ બરજાેડ, સુક્રમભાઈ માનસીંગભાઈ બરજાડ, બાબુભાઈ માનસીંગભાઈ બરજાેડ, ગીરીશબાઈ રત્નાભાઈ બરજાેડ અને ગલાભાઈ લાલાભાઈ ચરપોટ (તમામ રહે. વલુન્ડી) નાઓ જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતાં હોવાની પોલીસને બાતમી મળી હતી અને પોલીસે આ સ્થળે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયાં હતાં પરંતુ પોલીસે જુગારીઓને ચારેય તરફથી ઘેરી લીધાં હતાં અને ઉપરોક્ત પાંચેય જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂપીયા ૧૭,૩૭૦, ૦૪ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂા.૨૧,૮૭૦નો મુદ્દામાલ કબજે લઈ જુગારીઓ વિરૂધ્ધ ફતેપુરા પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.