દાહોદમાં દુંદાળા દેવ ગણપતિનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું : ઠેર ઠેર ગણેશ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.10
વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણપતિની આજે સોસાયટી સોસાયટી તેમજ ઘરે ઘરે સ્થાપના કરવામાં આવી હતી. દાહોદ શહેર સહિત જિલ્લામાં ગણેશ ભક્તોએ ગણપતિને વાજતે ગાજતે ઢોલ નગારાની સાથે સ્થાપના કરી હતી.
આજે ગણેશ ચતુર્થીના પાવન આ અવસરે દાહોદ શહેર વાસીઓએ તેમજ જિલ્લાવાસીઓએ શાસ્ત્રો તેમજ વિધિસર મંત્રો ઉચ્ચારો સાથે દુંદાળા દેવ ગણપતિની પ્રતિમાની ઘરે – ઘરે તેમજ સોસાયટીએ સ્થાપના કરી હતી. દસ દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચના તેમજ આરતી કરી ગણેશ મહોત્સવની લોકો ઉત્સાહભેર ઉજવણી કરશે. છેલ્લા બે વર્ષના સમયગાળા દરમ્યાન અનેક નાના-મોટા તહેવારોમાં રંગમાં ભંગ ચોક્કસપણે પડ્યો છે પરંતુ ચાલુ વર્ષે ગણેશ મહોત્સવમાં સરકાર દ્વારા નાની-મોટી છૂટછાટો અપાતા ગણેશ મંડળોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે પરંતુ તેની સાથે સાથે સહકારની કોરોના ગાઇડ લાઇનનો પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેવી પણ સૂચના સંલગ્ન વહીવટીતંત્ર દ્વારા આપી દેવામાં આવી છે અને જાહેરનામા પ્રમાણે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.





