દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સીમળીયા ગામે જમવાનું બનાવવાના મામલે પતિ પત્નિ વચ્ચે તકરાર થતાં પતિએ કુહાડીના ઘા પત્નિના માથામાં મારી દેતાં પત્નિ ગંભીર
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સીમળીયા ગામે પતિએ દ્વારા જમવાનું બનાવવાના મામલે પત્નિ સાથે બોલાચાલી કરી પત્નિને માથાના ભાગે કુહાડીના ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડતાં ગંભીર ઈજાગ્રસ્ત પત્નિ હાલ દવાખાને સારવાર અર્થે હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગત તા.૦૮મી સપ્ટેમ્બરના રોજ ઝાલોદ તાલુકાના સીમળીયા ગામે મહેલીયા ફળિયામાં રહેતાં બાબુભાઈ ઉર્ફે બાલુભાઈ ચુનીયાભાઈ કિશોરીએ પોતાની પત્નિ સોમલીબેન સાથે જમવાનું બનાવવાની બાબતે બોલાચાલી કરી હતી અને બાબુભાઈ એકદમ ઉશ્કરાઈ જઈ પોતાના હાથમાંની કુહાડી સોમલીબેનને માથાના ભાગે ફટકા મારતાં સોમલીબેન લોહીલુહાણ થઈ જતાં પરિવારજનો દ્વારા સોમલીબેનને નજીકના દવાખાને દવા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
આ સંબંધે ખુદ પુત્ર પ્રવિણભાઈ બાબુભાઈ ઉર્ફે બાલુભાઈ કિશોરી દ્વારા પોતાના પિતા બાબુભાઈ ઉર્ફે બાલુભાઈ કિશોરી વિરૂધ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.