મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઇ પટેલનું દાહોદમાં સન્માન કરાશે
દાહોદ તા.12
તાજેતરમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ પદે નિયુક્ત થયેલા શ્રી મંગુભાઇ પટેલનો દાહોદમાં ભીલ સેવા મંડળના ઉપક્રમે સન્માન સમારોહ યોજાયો છે. અહીંના પંડિત દીનદયાળ સભાગૃહ ખાતે તા. ૧૩ને સોમવારના રોજ બપોરે ૨ વાગ્યે આ અભિવાદન સમારોહ યોજાશે.
શ્રી પટેલ ઉત્તર ગુજરાતમાં લાંબા સમયથી જનસેવા કરતા આવ્યા છે અને રાજ્ય સરકારમાં પણ વિવિધ પદો ઉપર સેવા આપી છે. તાજેતરમાં રાષ્ટ્રપતિશ્રીએ તેમને રાજ્યપાલ પદે નિયુક્ત કર્યા છે.
તે ઉપક્રમે દાહોદના ભીલ સેવા મંડળ સહિતના વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવશે. આ તકે દાહોદના અગ્રણીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.