દાહોદ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
દાહોદ તા.17
ઝાલોદ લુહારવડા आरतीના કાર્યક્રમમાં ઉપસ્થિત દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શંકરભાઈ અમલીયાર સાહેબ ,મહામંત્રી જિલ્લા ભાજપ શ્રી નરેન્દ્રભાઈ સોની સાહેબ ,ઉપપ્રમુખ તાલુકા પંચાયત ઝાલોદ અનિતાબેન મછાર તથા ઝાલોદ શહેર ભાજપ ના અગ્રણી કાર્યકરો હાજર રહ્યા હતા.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજે જન્મદિન નિમિત્તે દાહોદ શહેર સહિત જિલ્લામાં ભાજપ સંગઠન સહિત વિવિધ સંગઠન દ્વારા જન્મદિનની ઉષાબેન ઉજવણી કરી હતી જેમાં ખાસ કરીને ભાજપ સંગઠન દ્વારા સેવા અને સમર્પણ અભિયાન તરીકે વડાપ્રધાન મોદી ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા તારીખ 17મી સપ્ટેમ્બર થી સાત ઓક્ટોબર સુધી સેવા અને સમર્પણ અભિયાન તરીકે ઉજવવા જઇ રહ્યું છે ત્યારે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે દાહોદ શહેરમાં નિર્ધારિત કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં જીવન કવચ રાષ્ટ્ર હિતના નિર્ણયો દર્શાવતી પ્રદર્શનીનું દાહોદ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજરોજ દાહોદ નગરપાલિકામાં ટાઉન હોલ ખાતે યોજાયો હતો ત્યારબાદ દાહોદ ની ગૌશાળા ખાતે 71 કિલો ગોળ તથા રોટલી ગૌ માતાઓને ખવડાવવામાં આવી હતી ભાટીવાડા સ્કૂલ ખાતે પણ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત વૃદ્ધાશ્રમ ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો દાહોદ શહેરમાં આવેલ ભીલવાડા વોર્ડ નંબર સાત ખાતે પણ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ વ્યાજબી ભાવની અનાજની દુકાન પર લાભાર્થી ઓનુ મોં મીઠું પણ કરવામાં આવ્યું હતું દાહોદ શહેરના વોર્ડ નંબર 5 માં કાર્યકર્તાઓ તેમજ કાઉન્સિલર દ્વારા કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આમ દાહોદ શહેર સહિત જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.