ગાજવીજ સાથે વીજળી થતાં નગરજનોમાં જાણે ભયનો માહોલ : સવારે સાડા નવ વાગ્યાના અરસામાં આકાશી વીજળી પડી : દેવગઢ બારીઆના શાન એવા ટાવર ઉપર આકાશી વીજળી પડતાં ટાવરનો અડધો મુગટ ધરાશય : સદનસીબે જાનહાનિ ટળી : એક બે વાહનોને નુકસાન

દાહોદ તા.૨૧
દેવગઢબારિયા નગરના શાન તેવા ઐતિહાસિક ટાવર ઉપર આકાશી વીજળી પડતાં ટાવરનો અડધો મુંગટ ધરાશય જાનહાની ટળી બે વાહનોને નુકસાન નગરજનો ને જાણ થતાં ટાવર જાેવા લોકોના ટોળા ઉમટ્યા.
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા નગરમાં સવારે આઠ વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો અને ધોધમાર વરસાદના કારણે નગરમાં જાણે અંધારપટ જેવું વાતાવરણ થઈ ગયુ હતું ત્યારે મોટા અવાજે ગાજવીજ થતા અને વીજળીના કડાકા થતા તેવામાં સવારના સાડા નવ વાગ્યાના અરસામાં આકાશી વીજળી નગરમાં ઐતિહાસિક ટાવર ઉપર પડતા ટાવરની ઉપરનો અને ટાવર નો મુગટ કહેવાય તેની ઉપર આકાશી વીજળી પડતા ટાવરનો જાણે અડધો મુંગટ તૂટી પડયો હતો ત્યારે અચાનક આકાશી વીજળી પડવાથી ટાવર નો મુગટ નીચે પડતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી ત્યારે નીચેથી પસાર થતા બે વાહનોને પણ નુકસાન થવા પામ્યું હતું જયારે મોટા અવાજના વીજળીના કડાકા થી ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે આ આકાશી વીજળી ટાવર ઉપર પડી હોવાની વાત વાયુવેગે પ્રસરતા નગરજનો મોટી સંખ્યામાં ટાવરને જાેવા માટે ઉમટી પડ્યા હતા ત્યારે સદ્‌નસીબે આ વીજળી પડવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી બનાવની જાણ પાલિકાને થતાં પાલિકાના કર્મીઓ દોડી આવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: