રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુબેર ડીંડોરની જન આશીર્વાદ યાત્રા માદરેવતન મહીસાગર સમીપ પડોશી દાહોદ જિલ્લામાં બલૈયા થી સુખસર સુધી વિશાળ બાઇક રેલી થી શુભારંભ: યુવાનો મોટી સંખ્યા ઉમટ્યા : દાહોદના સાંસદ અને પૂર્વ કેંદ્રિય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર નવનિયુક્ત વિધાનસભાના દંડકશ્રી રમેશભાઈ કટારા જિલ્લા પ્રભારીશ્રી રાજેશભાઇ પાઠક લીમખેડાના ધારાસભ્ય શ્રી ભાભોર અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શંકરભાઈ અમલીયાર અને સંગઠનના કાર્યકરો દ્વારા સુખસર ખાતે ભવ્ય સ્વાગત
આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત સફેદ પાઘડી, ગોફણ, બંડી,તીરકામઠું, ખેસ પહેરાવી ઢોલ શરણાઇ તલવારની કમાન બનાવી નાચ ગાનથી ભવ્ય આવકાર અને સ્વાગત સત્કાર કરાયું: મોટી સંખ્યામાં લોકો ઉમટયાં
ઉગતા સૂર્યનો પ્રદેશ દાહોદ અને મહીસાગરના માનગઢ પ્રદેશના પહાડી વિસ્તારના પનોતા પુત્ર પહાડનું વ્યક્તિત્વ એવા પ્રો. કુબેર ડીંડોરને મંત્રીમંડળમાં સ્થાન મળતા તેમને રાજ્ય કક્ષાના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વૈધાનિક અને સંસદીય બાબતોનો હવાલો સોંપાયો છે. વિધાનસભાના ટૂંકા સત્રની પુર્ણાહુતી બાદ રાજ્યના તમામ મંત્રીઓને ત્રિ-દિવસીય જન આશીર્વાદ યાત્રાના પ્રવાસે અલગ અલગ જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા છે. નવનિયુક્ત રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુબેર ડીંડોરને અરવલ્લી, દાહોદ, મહિસાગર જિલ્લામાં ભ્રમણ કરી જન આશીર્વાદ સાથે લોક સંપર્કનો સેતુ રચવાની જવાબદારી આપી છે. જેના ભાગરૂપે આજે માદરેવતન મહિસાગર જિલ્લાના પાડોશી જિલ્લા દાહોદના દૌરાના બીજા દિવસે જન આશીર્વાદ યાત્રાનો શુભારંભ બલૈયા થી સુખસર સુધી વિશાળ બાઇક રેલી યુવા મોરચા દ્વારા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો અને યુવાનો ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા અને પરંપરાગત વેશભુષા ખેસ પહેરીને રેલીમાં ભાગ લઈ જયઘોષ અને નારાઓ દ્વારા વાતાવરણ ગૂંજી ઊઠયું હતું કુબેરભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ વંદે માતરમનો જયઘોષ કર્યો હતો.
મંત્રીશ્રી દાહોદ જિલ્લાની હદમાં પ્રવેશતાની સાથે જ દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર દ્વારા સ્વાગત કરાયું હતું. જ્યારે નવનિયુક્ત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઈ કટારા દ્વારા મંત્રીશ્રીને ફૂલહાર પહેરાવી આવકાર્યા હતા સાથે જ દાહોદ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી શંકરભાઈ અમલીયાર દ્વારા ફુલહાર કરી ઉમળકાભેર આવકાર્યા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રભારીશ્રી રાજેશભાઇ પાઠક લીમખેડાના ધારાસભ્ય શ્રી શૈલેશ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત સત્કાર બાદ મંત્રી શ્રી ડીંડોર, સાંસદશ્રી ભાભોર, વિધાનસભાના દંડક કટારા અને સંગઠન પ્રમુખશ્રી શંકરભાઈ અમલીયાર ખુલ્લી જીપમાં રેલીમાં જોડાયા હતા.
બલૈયા થી સુખસર સુધી વિશાળ રેલી યોજાઇ હતી. સુખસર ખાતે રેલી આવી પહોંચતા આદિવાસી પરંપરાગત વાજિંત્રો ઢોલ શરણાઈ અને તલવારની કમાન દ્રારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને કાર્યકર્તાઓ, વિવિધ ગામના સરપંચશ્રીઓ અગ્રણીઓ લોકોએ ઢોલના તાલે નાચી ઝુમી ઉઠયા હતા. અને મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોરને દાહોદની લોકપ્રિય સફેદ પાઘડી, ગોફણ, તીરકામઠું, બંડી પહેરાવી અગ્રણીઓ મહાનુભાવો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ પણ અભૂતપૂર્વ આવકાર અને સ્વાગત થી પ્રભાવિત થઈ આનંદ-ઉલ્લાસ અને ગૌરવની લાગણી અનુભવી હતી. નવી ઉર્જાનો સંચાર થયો હતો અને તેમણે પણ પોતાની જોશીલી ભાષામાં બે હાથ ઊંચા કરી ભારત માતાકી જય, વંદે માતરમ થી પ્રેરક ઉદબોધન કર્યું હતું તેમણે છેવાડાના માનવીના કલ્યાણ માટે અને રાજ્ય કેન્દ્ર સરકારની યોજના લોકો સુધી પહોંચે તેવા મારા પ્રયત્નો રહેશે અને ગુજરાત અને આદિવાસીના વિકાસ માટે હું હંમેશા તત્પર રહીશ તેવી નેમ વ્યક્ત કરી હતી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે મારા ઉપર મુકેલા વિશ્વાસને અકબંધ રાખી વિકાસની યાત્રાને આગળ ધપાવીશ અને સંગઠન સરકાર સાથે મળીને અધૂરા કામો પૂરા કરશું તેમ જણાવી સૌએ ઉમળકાભેર આવકાર સત્કાર કર્યો એનો આભાર વ્યક્ત કર્યો હતો. લોકોનું પાર્ટીને જન સમર્થન મળી રહ્યું છે તેનો યશ સ્થાનિક કાર્યકરો ચૂંટાયેલા પદાધિકારીઓને આભારી છે લોકોના પ્રશ્નો અને મુશ્કેલીઓને પૂરેપૂરી વાચા આપવા પ્રયત્ન કરીશ તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, નવનિયુક્ત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઈ કટારાએ પ્રાસંગિક પ્રવચન કરીને સરકારની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે માર્ગની આસપાસના ગામોના લોકો વેપારીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્ય વિવિધ મોરચાના આગેવાનો, મહિલાઓ, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ યાત્રા ઝાલોદ તાલુકાના નાનસલાઈ ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત અને જાહેર સભા યોજાઇ હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કું. શીતલબેન વાધેલા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, કાર્યકર્તાઓ, સંગઠન, અગ્રણીઓ, આદિવાસી આગેવાન શ્રી બી. ડી. વાઘેલા અને સરપંચશ્રીઓ, વેપારીઓ, યુવાનો દ્વારા સ્વાગત સત્કાર કરવામાં આવ્યો હતો. આજની આ જન આશીર્વાદ યાત્રા દાહોદ જિલ્લામાં સવારે 9:00 કલાકે સુખસર, ઝાલોદ, લીમડી, દાહોદ, ગરબાડા, લીમખેડા, પીપલોદ ખાતે સાંજે ૬:00 કલાકે પૂરી થઈ હતી. યાત્રાના ભ્રમણ દરમિયાન ઠેર-ઠેર સ્વાગત અને જાહેર સભાઓ યોજાઇ હતી જેમાં સ્થાનિક પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, અગ્રણીઓ, પ્રબુદ્ધ નાગરિકો દ્વારા મંત્રીશ્રીનું સ્વાગત અને નવનિયુક્તિ બદલ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી. આ યાત્રામાં જિલ્લાના સંગઠન પ્રભારી શ્રી રાજેશભાઇ પાઠક, જિલ્લા પ્રભારી હંસા કુવરબા રાજ, જિલ્લા પ્રમુખ શ્રી શંકરભાઈ અમલીયાર, જિલ્લામાં મંત્રીશ્રી સ્નેહલભાઈ ધરિયા, મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ સોની, કનૈયાલાલ કિશોરી યાત્રા ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા અને જે તે તાલુકાના પદાધિકારીઓ,જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના સદસ્યો દ્રારા આ જન યાત્રાને આવકારી ઉમળકાભેર સ્વાગત સત્કાર કરી નવી ચેતનાનો સંચાર કર્યો હતો અને વિસ્તારમાં આનંદ ઉલ્લાસની લાગણી છવાઇ ગઈ અને રાજ માર્ગો પર આ યાત્રા યાત્રાભ્રમણ કરીને આકર્ષણનું કેન્દ્ર બની હતી.