શ્રી સ્વામી લીલાશાહ સિંધી સમાજ નવયુવક મંડળ, દાહોદ દ્વારા જનરલ તથા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
દાહોદ તા.૮
દાહોદના સિંધી સમાજ નવયુગ મડલ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમની સાથે યુવાધનના ભવિષ્ય માટે બેઠકનું આયોજન કરાયું શ્રી સ્વામી લીલાશાહ સિંધી સમાજ નવયુગ મડલ દ્વારા દીપાવલીની અને નવા વર્ષની ખાસ શુભેચ્છાઓ આપવા માટે દાહોદના સિંધી સમાજે દાહોદના અધ્યાતુનિક ઓડિટરિયમ હોળ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજી સમાજને આવનારા નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી અને સાથે સાથે સિંધી સમાજના નવા ભવિષ્ય માટે એક બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ચર્ચાઓ કરવામાં આવી હતી કે, યુવાધન આવનારા ભવિષ્યમાં કેવી રીતે સમાજનું નામ રોશન કરશે શિક્ષણ થકી તેમજ રોજગાર મેળવવાની અનોખી રીત સ્વાસ્થ્ય માટે આરોગ્યની જરૂરિયાત મુજબ જરૂરિયાતો પુરી કરવી તેમજ સાથેજ સમાજ સેવા રાષ્ટ્ર સેવા જેવી તમામ સેવાઓ થકી સમાજના યુવાધનને અગ્રેસર કરવા માટે ની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિંધી સમાજના દરેક વડીલો અને યુવાધનની પ્રેરક ઉપસ્તિથીમાં સ્નેહ મિલન કાર્યક્રમ થકી સમાજની અને રાષ્ટ્રની સેવા માટેની બેઠક યોજી હતી જેમાં લાડ લુહાણા સમાજ ના પર્મુખ શ્રી કન્યાલાલ જેઠાણી ઉપ પ્રમુખ ઈશ્ર્વર દાસ રામચંદાણી ઉપ પ્રમુખ ઘનશ્યામ ભાઈ જેઠવાની નગરપાલિકા કાઉન્સીલર શ્રીતુલસીભાઇ જેઠવાની સુમાર ભાઈ ગુરનાની ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ હિતેશ જેઠવાની નવયુગ મંડળ દાહોદ ઉપસ્થિત રહ્યા હતા.