ઇન્દોર અમદાવાદ હાઇવે પર સ્થિત ડમ્પિંગ યાર્ડનો મામલો : પ્રાદેશિક કમિશ્નર કચેરીના આદેશોની અમલવારી માટે નવનિયુક્ત ચીફ ઓફિસર દ્વારા કામગીરી શરૂ
દાહોદ તા.૦૨
ઇન્દોર – અમદાવાદ નેશનલ હાઇવે પર સ્થિત બહુચર્ચિત ડમ્પિંગ કૌભાંડમાં બંને પક્ષે રજૂઆતો બાદ પ્રાદેશિક કમિશનર કચેરીના આદેશ અનુસાર પાલિકાનાં નવનિયુક્ત ચીફ ઓફિસર દ્વારા અમલવારી શરૂ કરવામાં આવતા સમગ્ર પ્રકરણમાં સામેલ સભ્યોમાં દોડધામ મચી જવા પામી છે. ત્યારે સમગ્ર મામલે હાલ નગર પાલિકા સંકુલમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
વધુ મળતી માહિતી પ્રમાણે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર સ્થિત ડમ્પિંગ યાર્ડ એટલે કે વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ ના કામોમાં કરોડો રૂપિયાના ભ્રસ્ટાચાર થયા હોવાના આક્ષેપો સાથે દાહોદના જાગૃત નાગરિક ભાવેશ રાઠોડ તેમજ અને અનિલ જાદવે પાલિકામાં ડમ્પિંગ યાર્ડના કામો અંગે બે વર્ષ પહેલા માહિતી માંગતા સમગ્ર પ્રકરણ ચર્ચામાં આવ્યો હતો ત્યારબાદ બે વર્ષના સમયગાળા દરમિયાન કાગળિયાની લડાઈ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ, વિજિલન્સ, વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરી સહિત ઉચ્ચ કક્ષાએ પહોંચતા સમગ્ર મામલો બહુચર્ચિત બન્યો હતો. આખરે વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરીએ અરજદાર તેમાં નગરપાલિકાના સત્તાધિશોને સમગ્ર પ્રકરણ મામલે દસ્તાવેજો તેમજ પુરાવાઓ સાથે રૂબરૂ સુનાવણી માટે બોલાવ્યા હતા. જેમાં વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરીએ બન્ને તરફ સુનવણી બાદ પાલિકા દ્વારા ડમ્પિંગ યાર્ડના કામોમાં કરેલ 94/1 નંબરનો ઠરાવ રદ્દ કરી રિકવરીના આદેશો કર્યા હતા. જે બાદ દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર નવનીત પટેલની બદલી હિંમતનગર ખાતે થતા તેમજ હિંમતનગરના ઓફિસર યશપાલસિંહ વાઘેલાની દાહોદ ખાતે બદલી કરી દેવાઈ હતી. જોકે દિવાળીની રજાઓ નવતનિયુક્ત ચીફ ઓફિસરે દાહોદ નગરપાલિકાનો પદભાર સાંભળ્યો હતો. તે અરસા દરમિયાન સમગ્ર પ્રકરણમાં સામેલ સભ્યો તેમજ પાલિકાના અન્ય સુધરાઈ સભ્યોમાં એક પ્રકારની દોડધામ મચી મચી જવા પામી હતી. અત્યારે હાલ સમગ્ર પ્રકરણમાં પાલિકાના નિયત ચીફ ઓફિસર યશપાલ સિંહ વાઘેલાએ બહુચર્ચિત ડમ્પિંગ યાર્ડ કૌભાંડ મામળે પ્રાદેશિક કમિશનર કચેરીના આદેશોના પગલે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામા આવતા પાલિકામાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે સમગ્ર મામલે આવનારા સમયમાં પાલિકામાં કેવું વાતાવરણ સર્જાય છે તે જોવું રહ્યું