ઝાલોદ તા.૧૨
ઝાલોદ નગર મા ગાડીઁ ચેરીટેબલ હોસ્પિટલ નવસારી દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો આ કેમ્પ મા સહાયક ટ્રસ્ટો તરીકે મુસલમાન ઘાંચી સમાજ કમિટી, ક્લાસિક ચેરીટેબલ ટ્રસ્ટ, કામિયાબ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા , આ કેમ્પ દરેક દર્દી માટે ફ્રી હતો, આ કેમ્પ સવારે 11 વાગ્યા થી બપોરે 3 વાગ્યા સુધી યોજાયો, આ કેમ્પ મા ડૉ કિરણ પટેલ ( એમ.ડી ),ડૉ અનશ.એ.શેખ ( એમ.એસ. ઓથોઁ ),ડૉ ફૈજ. મુલતાની ( એમ.એસ. સર્જન ),ડૉ મયંક.એન.પટેલ ( ઈ.એન.ટી ), ડૉ મોહસીન મેમણ ( ફુલ ટાઇમ સેવા આપતા મેડિકલ ઓફિસર ) દ્વારા દર્દી ઓની તપાસ કરવામાં આવી, આ કેમ્પ મુહમ્મદી જમાતખાના હોલ, માંડલી ફળીયા, ઝાલોદ ખાતે રાખવા મા આવેલ હતો.તેમાં 1100 જેટલા દર્દીઓની ફ્રી માં ચેકઅપ કરવા માં આવ્યા અને મેડિસિન પણ ફ્રી માં આપવામાં આવી આમ કેમ્પ માં કામયાબ ટ્રસ્ટ અને કલાસીસ ટ્રસ્ટ ના પ્રમુખ અને સભ્યો એ દરેક દર્દીને સુવિધાઓ સાથે આ કેમ્પ યોજવામાં આવ્યો અને તેમાં ઝાલોદના ડો. સોહિલ મોરવાલા .અને ઝાલોદ મેડિકલ ની ટીમ , મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ અને અગ્રિણીઓ હાજર રહ્યા .