મુક્તજીવન સ્વામીબાપા આર્ટસ કોલેજ વાઘજીપુર ખાતે કોરોના વેક્સિન રસીકરણ કેમ્પ યોજાયો.આચાર્ય ડો.અશોક બારીઆ અને મેડિકલ ઓફિસર ડો.કિશોર વાઘેલા ઉપસ્થિતિ રહ્યા
રિપોર્ટર : ભુપેન્દ્ર વણકર
શહેરા તા.૧૦
હાલ ત્રીજી લહેર ના ભણકારા વાગી રહ્યા છે અને સરકાર તરફથી રસીકરણ માટે ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે તેના ભાગરૂપે પંચમહાલ ના શહેરા તાલુકાના મુક્તજીવન સ્વામીબાપા આર્ટસ કોલેજ વાઘજીપુર ખાતે બી.એ.સેમ ૧ માં અભ્યાસ કરતા ૧૮ વર્ષના યુવક યુવતીઓને કોરોના વેક્સિન આપવાનો મહત્વનો અભિગમ સરકારની નવી ગાઈડ લાઈન મુજબ ચાલી રહ્યો છે ત્યારે મુક્ત જીવન સ્વામીબાપા આર્ટસ કોલેજ વાઘજીપુર ના આચાર્ય ડૉ.અશોક બારીઆ ના માર્ગદર્શન હેઠળ તેમજ એન.એસ.એસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ૧૫થી૧૮ વર્ષ સુધી ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને કોરોના વેક્સિન નો પ્રથમ ડોઝ સાથે રસીકરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં વાઘજીપુર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા મોટા ભાગના વિદ્યાર્થીઓને રસીકરણ કરવામાં આવ્યું હતું.એન.એસ.એસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉ.નરેશ પટેલે કોવિડ રસી વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને વિદ્યાર્થીનીઓએ આરોગ્ય ખાતાને સહયોગ આપી રસી મુકાવીહતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે cwdc ના કનવિનર પ્રા.તારાબેન બારીઆ કોલેજ સ્ટાફના પ્રા.કે.એફ.પરમાર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાઘાજીપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ સોફિસર ડૉ.કિશોર વાઘેલા સહિત સ્ટાફ વેક્સિન કેમ્પમાં જોડાયા હતા અને સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.