દાહોદમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે તડામાર તૈયારીઓ : પતંગ રસિયાઓમાં ઉત્સાહ જોવા મળ્યો
દાહોદ તા.૦૮
મકરસંક્રાંતિ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યાં દાહોદ શહેર સહિત જિલ્લામાં પતંગ રસીયાઓમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે તે સાથે બજારોમાં પતંગ તેમજ દોરીઓનું વેચાણ પણ થતું જાેવા મળી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા ઉતરાયણ પર્વની ઉજવણીના ભાગરૂપે અમુક પ્રજાહિતને ધ્યાનમાં રાખી પ્રતિબંધો પણ જાહેર કરવામાં આવ્યાં છે.
આકાશા યુધ્ધનો તહેવાર એટલે મકરસંક્રાંતિ. ગુજરાતમાં મકરસંક્રાંતિ એટલે ઉતરાયણ પર્વનો તહેવારનું ખાસુ એવું મહત્વ છે. ૧૪મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવે છે. માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યાં હોય આ તહેવારને લઈ ત્યારે દાહોદના બજારોમાં પતંગ, દોરીના સ્ટોલ લાગી ગયાં છે. પતંગ રસીયાઓ પતંગ, દોરીની ખરીદી પણ કરતાં જાેવા મળ્યાં છે. માંજાે ચઢાવતાં પણ નજરે પડી રહ્યાં છે. આકાશમાં પતંગો ચગતી પણ નજરે પડી રહી છે. સ્વાદ પ્રિય દાહોદની જનતા ઉતરાયણ પર્વના દિવસે લાખ્ખા જલેબી ફાફડા આરોગી જાય છે ત્યારે બજારોમાં જલેબી ફાફડા બનાવવાની તૈયારીઓ પણ દુકાનોએ કરી દીધી છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે પતંગ બજારોમાં મંદી જાેવા મળી હતી ત્યારે આ વર્ષે પણ મદહઅંશે પતંગ, દોરીના ભાવોમાં વધારો જાેવા મળ્યો હતો ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગ રસીયાઓ પતંગબાજી સાથે આકાશી યુધ્ધ લગડવા સજ્જ જાેવા મળી રહ્યાં છે.