દાહોદમાં વધુ ૧૭ કોરોના પોઝીટીવ કેસ : વધુ ૨૦ દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
દાહોદ તા.૧૬
દાહોદમાં કોરોનાના ૧૭ કેસો નોંધાંયાં છે. છેલ્લા એક સપ્તાહથી કોરોનાના બમણા કેસો નોંધાંતાં હતાં પરંતુ આજે મહદમ અંશે રાહત મળી હતી પરંતુ કેસો તો સામે આવી જ રહ્યાં છે જેને પગલે લોકોમાં ફફડાટ જાેવા મળી રહ્યો છે. આજે એક સાથે ૨૦ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આર.ટી.પી.સી.આર.ના ૧૯૫૭ પૈકી ૦૨ અને રેપીટ ટેસ્ટના ૩૫૮ પૈકી ૧૫ મળી આજે કુલ ૧૭ કોરોના પોઝીટીવ કેસો નોંધાંયાં છે. આ ૧૫ પૈકી દાહોદ અર્બનમાંથી સૌથી વધુ ૧૦ કેસો નોંધાંયાં છે. ઝાલોદ અર્બનમાંથી ૦૪, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૨ અને દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૧ કેસ સામે આવ્યો છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનો કુલ આંકડો ૭૪૫૯ને પાર થઈ ગયો છે. આજે વધુ ૨૦ દર્દીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારે એક્ટીવ કેસની કુલ સંખ્યા ૨૦૯ને પાર થઈ છે.