ધાનપુર તાલુકાના ઉધલમહુડા ગામનો બનાવ : બે ઈસમોની પોલીસે અટકાયત કરી : રૂા. ૧.૨૩ લાખનો વિદેશી દારૂ કબજે કર્યાેં

દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉધલમહુડા ગામેથી પોલીસે બે મોટરસાઈક ચાલકોની અટકાયત કરી તેઓની પાસેથી વિદેશી દારૂનો કુલ રૂા. ૧,૨૩,૦૦૦નો પ્રોહી જથ્થા કબજે કરી તેમજ આ વિદેશી દારૂની હેરાફેરીમાં મદદગારી કરનાર અન્ય ૧૦ મળી કુલ ૧૨ ઈસમો વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગત તા.૦૮મી ફેબ્રુઆરીના રોજ રતીલાલ રાયસીંગભાઈ બારીઆ અને રાકેશભાઈ રાયસીંગભાઈ બારીઆ (રહે. બંન્ને રહે. ડભવા, કાળીયા ફળિયું, તા. ધાનપુર, જિ.દાહોદ) નાઓએ પોતાના કબજાની બે મોટરસાઈકલો પર વિદેશી દારૂનો જથ્થો ભરી ઉધલમહુડા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન ઉધલમહુડા ગામે નાકાબંધીમાં ઉભેલ પોલીસને ઉપક્ત બંન્ને ઈસમો પર શંકા જતાં મોટરસાઈકલો સાથે ઉભા રખાવી તેમની પાસેના થેલાઓમાં તલાસી લેતાં પોલીસે તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. ૯૫૧ કિંમત રૂા. ૧,૨૩,૦૦૦ નો પ્રોહી જથ્થો કબજે કર્યોં હતો. પોલીસે મોટરસાઈકલો મળી કુલ રૂા. ૧,૭૬,૫૦૦ના મુદ્દામાલ સાથે ઉપક્ત બંન્ને ઈસમોની અટકાયત કરી પુછપરછ કરતાં આ વિદેશી દારૂની હેરાફેરીમાં મદદગારી કરનાર છત્રસિંહ ઉર્ફે છત્રો ચંદ્રસિંહ બારીઆ, પીન્ટુભાઈ ગણપતભાઈ બારીઆ, સુનીલભાઈ જશુભાઈ બારીઆ (ચારેય રહે. ડભવા, તા. ધાનપુર, જિ.દાહોદ). ચેતનભાઈ સામંતભાઈ વાખળા (રહે. લખણગોજીયા, તા. ધાનપુર, જિ.દાહોદ), વિક્રમભાઈ બળવંતભાઈ ચૌહાણ (રહે. વેડ, તા. ધાનરપુર, જિ.દાહોદ), સામંતભાઈ સોમાભાઈ બારીઆ (રહે. ઘઢા, તા.ધાનપુર, જિ.દાહોદ), લાલાભાઈ શનાભાઈ બારીઆ (રહે. ઘઢા, તા. ધાનપુર, જિ.દાહોદ), રાહુલભાઈ દુરસીંગભાઈ કીરાડ (રહે. ગોલઆંબા, તા.કઠીવાડા, જિ. અલીરાજપુર, મધ્યપ્રદેશ)અને ગોપીભાઈ ગુજલાભાઈ રાઠવા (રહે. અંબાર, પુજારા ફળિયું, તા. કઠીવાડા, જિ.અલીરાજપુર, મધ્યપ્રદેશ) નાઓએ મદદગારી કરી હોવાનું જણાવતાં પોલીસે ઉપરોક્ત તમામ ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: