દાહોદમાં બે ભાઈઓએ એકને મિલ્કત વેચ્યાં બાદ વર્ષાે થઈ જતાં પણ કબજાે ન સોંપતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૯
દાહોદ શહેરમાં બે જેટલા ઈસમોએ એક વ્યક્તિને પ્લોટનું વેચાણ કર્યાં બાદ નવ વર્ષના સમયગાળા દરમ્યાન આજદિન સુધી પ્લોટનો કબજાે ન સાંપતાં અને ગલ્લા તલ્લા કરતાં આખરે થાકી હારેલા વ્યક્તિ દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દાહોદ શહેરમાં રળીયાતી રોડ ખાતે લક્ષ્મી નગર ખાતે રહેતાં બ્રિજેશ આનંદીલાલ અગ્રવાલે તારીખ ૧૫.૦૬.૨૦૧૧ના આસપાસ દાહોદમાં રહેતાં બે ભાઈઓ શૈલેષભાઈ વ્રજકુમાર શ્રીવાસ્તવ અને ભાવેશભાઈ વ્રજકુમાર શ્રીવાસ્તવ પાસેથી દાહોદ ગોધરા રોડ નરસિંહ કોલોની ખાતે આવેલ દાહોદ (ક) ના.સી.સ.નં. - ૭૮૪૩ પૈકી પ્લોટ નં-૪૮ નું દસ્વાતેજ સાથે મળી કુલ ૧૩૧.૦૨ ચો.મી. વાળી મિલ્કત ઉપરોક્ત બંન્ને ભાઈઓએ બ્રિજેશને વેચાણ આપેલ હતી પરંતુ આજદિન સુધી ઉપરોક્ત બંન્ને ભાઈઓ દ્વારા બ્રિજેશને મિલ્કતનો કબજાે ન સોંપતાં આખરે હારી થાકેલા બ્રિજેશ આનંદીલાલ અગ્રવાલે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.