ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ મુવાડા વિશ્વકર્મા મંદિરની પાછળથી માળીની ઘંટીવાળા રોડ સતત ૮ મહિનાથી બંધ
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૨
ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ મુવાડા વિશ્વકર્મા મંદિરની પાછળથી માળીની ઘંટીવાળા રોડ સતત ૮ મહિનાથી બંધ કરેલ હોય ઝાલોદ નગરની આવજાવ કરતા લોકોને પરેશાની ઉઠવાનો વારો આવ્યો વિશ્વકર્મા મંદિરની પાછળથી બસસ્ટેન્ડમાં જોડતા રોડ પર આવેલ નાળું તંત્ર દ્વારા કોઇપણ જાણ કરયા વિના તોડી નાખતા સતત ૮ મહિનાથી બંધ હાલતમાં જોવા મળી રહીયો છે જ્યારે મુવાડા અને આજુબાજુના ગામના લોકોને આવજાવ કરવામાં તકલીફ પાડી રહી છે બસસ્ટેશન વિસ્તારમાં અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ હોવાના કારણે સ્કૂલના વિદ્યાર્થીઓને ત્યાંથી જતા હતા પરંતુ હાલ નાળું તોડી નાખવામાં કારણે બહુ તકલીફ પાડી રહી છે ઝાલોદ બસસ્ટેન્શન વિસ્તારમાં મોટી બે હાયસ્કૂલ અને અનેક દવાખાના અને બેન્કો આવેલ છે હાઇસ્કૂલ છૂટવાના સમયે વિદ્યાર્થી ઓને અવારનવાર ટ્રાફિક જામની તકલીફ ઉઠાવી પડતી હોવાના કારણે દેનાબેંક થઈ શીધા મુવાડા નીકળતા ચાલુ રસ્તાને તંત્ર દ્વારા ક્યાં કારણોસર તોડવામાં આવિયું અને કેટલા સમયમાં નાળું બનાવમાં આવે તે લોકમાંગ ઉઠી છે શું તંત્ર કેટલા સમયમાં તેને ચાલુ કરવામાં આવશે તે એક વિચારવાનું રહિયુ

