દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સાહડા ગામેથી પોલીસે રૂા. ૧.૩૪ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ફોર વ્હીલર ગાડી કબજે કરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સાહડા ગામેથી એક ફોર વ્હીલર ગાડીમાંથી પોલીસે રૂા. ૧,૩૪,૪૦૦નો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યાેં જ્યારે પોલીસેન જાેઈ ચાલક નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.
ગત તા. ૧૧મી માર્ચના રોજ ગરબાડા પોલીસને મળેલ બાતમીના આધારે સાહડા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા તે સમયે ત્યાંથી એક સ્કોર્પીયો ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને આ દરમ્યાન પોલીસને જાેઈ ગાડીનો ચાલક અંધારાનો લાભ લઈ પોલીસને ચકમો આપી નાસી જતાં પોલીસે ગાડીનો કબજાે લઈ ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી વિદેશી દારૂ થતા બીયરની કુલ બોટલો નંગ. ૧૩૪૪ જેની કુલ કિંમત રૂા. ૧,૩૪,૪૦૦ મળી ગાડીની કિંમત મળી કુલ રૂા. ૪,૩૪,૪૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ગરબાડા પોલીસે ચાલક વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

