પંચમુખી માંડલેશ્વર મહાદેવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૩
પંચમુખી માંડલેશ્ર્વર મહાદેવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ માંડલીખૂંટા ઝાલોદ દ્વારા સંચાલિત શારદાબેન જનરલ હોસ્પિટલ અને ગેલેક્ષી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સનફામાઁ રોડ, વડોદરા દ્વારા આયોજિત ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો આ કેમ્પ મા બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ECG ની તપાસ પણ બિલકુલ ફ્રી કરવામાં આવેલ હતી, આ કેમ્પ મા વિવિધ પ્રકારના નિષ્ણાત ડૉક્ટર દ્વારા માર્ગદર્શન, સારવાર અને દવાઓ પણ ફ્રી આપવામાં આવેલ હતી, આ કેમ્પ મા ફિજીસીયન, જનરલ સર્જરી, ઓર્થોપેડીક, ગાયનેક તથા સ્ત્રી રોગ, આંખ ની તપાસ, કાન-નાક-ગળા, ચામડી ના રોગો,દાંત ના-જડબા ના રોગો ની તપાસ બિલકુલ ફ્રી કરવામાં આવેલ હતી, જે પણ દર્દી ને વધુ તકલીફ કે ઓપરેશન ની જરૂર હોય તેવા દર્દીઓ ને ગેલેક્ષી હોસ્પિટલ વડોદરા ખાતે રાહત દરે કરી આપવામાં આવનાર છે, આ કેમ્પ મા ઝાલોદ નગર કે બહારગામ થી તપાસ કરાવવા આવેલ દર્દી માટે ગામડી ચોકડી ખાતે થી હોસ્પીટલ આવવા જવા માટે વાહન ની પણ ફ્રી વ્યવસ્થા કરવામાં આવેલ હતી ,આ કેમ્પ મા આસરે 1000 થી પણ વધારે દર્દી ઓ એ ભાગ લીધો હતો અને તપાસ કરાવી હતી