જનજાતિ કલ્યાણ આશ્રમ ના ઉપક્રમે વસંત મસાલા દ્વારા કુપોષણ કેમ્પ નું આયોજન કરાયું
રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૩
ભારત દેશ મા મહિલા ઓ ને જરૂર જેટલો પૌસ્ટીક આહાર મળતો નથી દેશમાં મોટાભાગ ની મહિલાઓ કુપોષિત થી પીડાઈ રહી છે માતા જાતે ભૂખમારા થી પીડિત હોય તો જન્મ લેનાર બાળક પણ કુપોષિત જ હોય, માતા ને શરીર ને જરૂરી પૌષ્ટિક આહાર ના મળે તો બાળક નબળું પેદા થાય અને જન્મ લેનાર બાળક ના શરીર મા અમુક વાર આજીવન ખામી પણ જોવા મળે છે આ ઉદ્દેશ થી જનજાતિ આશ્રમ ના ઉપક્રમે વસંત મસાલા ઝાલોદ દ્વારા ગર્ભવતી સ્ત્રીઓ સ્વસ્થ રહે અને જન્મ લેનાર બાળક પણ સ્વસ્થ રહે તે માટે એક કેમ્પ આજ રોજ ઝાલોદ નગર ના વગેલા મુકામે રાખવામાં આવ્યો હતો આ કેમ્પ મા વસંત મસાલા દ્વારા મહિલા ઓ તંદુરસ્ત રહે અને આવનાર બાળક તંદુરસ્ત રહે તે હેતુસર પોષણ યુક્ત લાડું વિતરણ નો કેમ્પ યોજવામાં આવ્યો હતો, જનજાતિ ના સંતો દ્વારા મહિલા ઓ કુપોષણ થી ના પીડાય અને આવનાર બાળક તંદુરસ્ત રહે તે માટે ગર્ભ મા રહેનાર શિશુ ને કેવા સંસ્કાર આપવા તે અંગે માહિતી આપી હતી,કેમ્પ મા જનજાતિ આશ્રમ ના સંતો, બ્રહ્માકુમારી ના નીતા બેન, ભરતભાઈ ,ચિરાગ ભાઈ તેમજ વસંત મસાલા માંથી ઓમપ્રકાશ ભંડારી તેમજ વસંત મસાલા ના કર્મચારી ઓ ઉપસ્થિત રહ્યા હતા, આ કેમ્પ મા મોટા પ્રમાણમાં બહેનો એ હાજરી આપી હતી
વસંત મસાલા ના ઓમપ્રકાશ ભાઈ ભંડારી એ કહ્યું કે બાળક દેશ નું ભવિષ્ય છે, બાળક સ્વસ્થ તંદુરસ્ત હશે તો જ દેશ ના વિકાસ મા ભાગીદાર બનશે, વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આવા કેમ્પ નું આયોજન અવાર નવાર કરવા મા આવે છે

