દાહોદની મહીલાઓ દ્વારા હોળી ફાગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર : ગગન સોની




દાહોદ તા.૧૪
દાહોદ શહેરના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે વુમનીયા ગ્રૃપ, દાહોદ દ્વારા સામાજીક સમરસતાના ભાગરૂપે આયોજીત સતત ૦૮મી વખત ફાગ મહોત્વવી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લાની તમામ મંડળોની મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ મહોત્સવની હર્ષાેઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી.
દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો હોય ત્યારે દાહોદ જીલ્લામાં હોળીના તહેવારનું અનેરૂ મહત્વ હોય છે. હોળી – ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે હોળીની ઉજવણી ધૂમધામથી નહોતી થઈ શકી પરંતુ ચાલુ વર્ષે છૂટછાટ મળતા લોકોમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે ત્યારે દાહોદ શહેરના પ્રસંગ પાર્ટી પ્લોટમાં વુમનીયા ગ્રુપ દ્વારા સામાજિક સમરસતાના ભાગરૂપે આયોજીત સતત ૮ મી વખત ફાગ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. ફાગ મહોત્સવમાં દાહોદ શહેર, લીમડી, ઝાલોદની અલગ અલગ સમાજના કુલ ૩૫ જેટલા મંડળોએ ભાગ લીધો હતો જેમાં વિવિધ સમાજની મહીલા મંડળની બહેનોએ પોતાનું ગીત તૈયાર કરીને લાવેલા ગીત ગાવાનું હોય છે તેમજ મહીલાઓ દ્વારા રાધાક્રુષ્ણની જાેડી જેવી અનેક વેશભૂષા ધારણ કરી હોળીના ગીતો ઉપર અલગ અલગ ક્રૃતિઓ રજૂ કરી હતી. ગુલાલ અને ફૂલોની છોળો વચ્ચે મહિલાઓએ ઉત્સાહભેર ફાગોત્સવની ઉજવણી કરી હતી.

