દાહોદ જિલ્લાના લીમખેડાના કાળીમહુડી રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે એક વ્યક્તિનું મોત નીપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાંથી પસાર થતાં મંગળમહુડી રેલ્વે ટ્રેક ખાતે એક વ્યક્તિ ટ્રેનની અડફેટે આવી જતાં તેને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા. ૧૩મી માર્ચના રોજ લીમખેડા તાલુકાના મંગળમહુડી રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે ટ્રેક ઉપર માલગાડીની અડફેટે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના માંડલી ગામે બારીયા ફળિયામાં રહેતાં ૩૦ વર્ષીય વિનોદભાઈ અભેસિંહ પટેલ આવી જતાં તેમને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ રેલ્વે સ્ટેશનના સત્તાધિશો તેમજ અધિકારીઓને થતાં તેઓ તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને મૃતકના મૃતદેહનો કબજાે લઈ નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો.
આ સંબંધે રેલ્વે પોલીસ દ્વારા જરૂરી તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.