દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાંદડી ગામે એક ૨૧ વર્ષીય સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારતો યુવક
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.20
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાદડી ગામે 21 વર્ષીય યુવતીને એક યુવકે પોતાના મિત્રની મદદથી યુવતીનું અપહરણ કરી લઇ બે દિવસ સુધી ઘરમાં ગોંધી રાખી તેણીની મરજી વિરુદ્ધ યુવકે બળાત્કાર ગુજારતા યુવતી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ગત તારીખ 19 મી માર્ચના રોજ ગરબાડા તાલુકામાં રહેતી એક 21 વર્ષીય યુવતી પોતાના મામાના ઘરે પુંજો નાખવા ગઈ હતી તે સમયે ગરબાડા તાલુકાના પાદડી ગામે રહેતા રીંકેશભાઈ રમેશભાઈ સપુનિયા દ્વારા પોતાના ગામમાં રહેતા પોતાના મિત્ર અનિલભાઈ બાપૂભાઈ પરમારની મદદ લઇ મોટરસાયકલ પર સવાર થઈ યુવતી પાસે આવ્યા હતા અને બંને યુવકો એ યુવતીનું બળજબરીપૂર્વક અપહરણ કરી પોતાની મોટરસાયકલ પર બેસાડી પાંદડી ગામે યુવતીને લઈ આવ્યા હતા જ્યાં એક ઘરમાં યુવતીને બે દિવસ સુધી ગોંધી રાખ્યા બાદ રીતેશભાઈએ યુવતીની મરજી વિરુદ્ધ બે દિવસ સુધી બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારતાં આ સંબંધે બળાત્કાર અને અપહરણનો ભોગ બનેલ યુવતીએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોકત બન્ને યુવકો વિરુદ્ધ ગુનો નોંધી બન્ને યુવકોના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.