ઝાલોદ બાર એસોસિએશન દ્વારા સંજેલીના વકીલ પર થયેલ હુમલાને વખોડી કાઢ્યો
રિપોર્ટર : ગગન સોની
ઝાલોદ તા.૦૭
07-04-2022 ના રોજ ઝાલોદ બાર એસોસિએશનની તાકિદે મળેલ મીટિંગમા સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યોકે તારીખ 04/03/2022 ના રોજ સંજેલી બાર એસોસિએશનના સભ્ય અને વકીલ શ્રી દિવાકર.એમ. પંચાલ કે જેઓ લીમખેડા કોર્ટમા કામ અર્થે ગયેલ ત્યાં હાંડી ગામના સિવીલ કેસના સામા પક્ષકાર લખાભાઈ નારસીંગભાઇ દ્વારા ધમકી આપવામાં આવેલ ત્યાર બાદ વકીલશ્રી સંજેલી પરત આવતા હતા તે સમયે હાંડી ગામે પ્રાથમિક કેન્દ્રની આગળ પુલ પાસે સામાં પક્ષકારની ઉશ્કેરણીથી તેમના દિકરાઓ તૂફાન જીપ લઈને આવી વકીલશ્રી નું વાહન અટકાવી હુમલો કરી પાઇપોથી સખત માર મારી ઈજા પોહચાડી ગાળો બોલી મારી નાખવાની ધમકીઓ આપેલ જે બનાવ ગંભીર હોઇ આજરોજ ઝાલોદ બાર એસોસિએશનના તમામ સભ્યો દ્વારા આ બનાવને વખોડી કાઢવામાં આવેલ છે અને વકીલોની સલામતી માટે હૂમલા કરનાર ઇસમોની સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરેલ છે