કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એટલે તમામ શાળાનું એક સાથે મોનીટીંગ : હોમ લર્નિંગ જી – એપ બ્રિફિંગમાં ઝાલોદની કાળીમહુડી શાળાએ રાજ્ય કક્ષાએ પ્રસ્તુતિ રજૂ કરી : સેન્ટરની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી હતી
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૧
: શિક્ષણને વેગવંતુ બનાવવા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર છેલ્લા ચાર વર્ષથી કાર્યશીલ છે અને શિક્ષણ તજજ્ઞાો મુલાકાત લઇ ચુક્યા છે. જ્યારે તા.૧૮ના રોજ પ્રધાનમંત્રીએ મુલાકાત લીધી હતી. એક તબક્કે છેલ્લા ચાર વર્ષથી આ સેન્ટર કાર્યરત છે ત્યારે આગામી દિવસોમાં તેનું ફલક વધશે.
શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. ગુણોત્સવ, પ્રવેશોત્સવ જેવા પ્રકલ્પો દ્વારા નવો રાહ ચિંધે છે. કોઇપણ શાળાના વિદ્યાર્થીની પ્રગતિનું માપન રાજ્ય કક્ષાએથી થાય તેવા પ્રકલ્પનું નિર્માણ કરવા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર કાર્યરત કરાયું છે જેની અગાઉના કાર્યકાળમાં શિક્ષણ તજજ્ઞાો મુલાકાત લઇ ચુક્યા છે. કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર દ્વારા ગુણોત્સવ ૨.૦, પ્રવેશોત્સવ ૨.૦, સ્કુલ અક્રેડીટેશન, ઓનલાઇન એટેન્ડન્સ, સ્કુલ રેડીનેસ, નિદાન કસોટી, એકમ કસોટી, શિક્ષક સજ્જતા, સર્વેક્ષણ અને સી.આર.સી., બી.આર.સી. અને પ્રિન્સીપાલ, શિક્ષકો સાથે કોલ દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે. જો કે, આ સિસ્ટમ ચાર વર્ષથી ઉભી કરવામાં આવી છે તા.૧૮ના રોજ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ સેન્ટરની મુલાકાત લીધી હતી. અને શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આગામી દિવસોમાં વર્ચ્યુઅલ ક્લાસ, શાળાઓને ટેબ્લેટ આપી ઓનલાઇન એટેન્ડન્સ સહિતની પ્રક્રિયા વેગવાન બનશે. વિવિધ અભ્યાસ ક્ષેત્રોમાં રાજ્યની ૧૭ જેટલી શાળાઓની પસંદગી થઇ હતી અને તેઓએ અભ્યાસક્રમ જી-શાળા એપની પ્રસ્તુતિ રજૂ કરી હતી. જેમાં દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની કાળીમહુડી પ્રાથમિક શાળાના રોશની બેન બિલવાલ દ્વારા હોમ લરનિંગ જી-શાળા એપ ની પ્રસ્તુતિ રજૂ કરી હતી. બ્રિફિંગ માટે દાહોદ જિલ્લાની કાળી મહુડી પ્રાથમિક શાળાની પસંદગી કરાઇ હતી.