સ્ટેશન રોડ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણ હટાવાયા
દાહોદ તા.૨૩
દાહોદ શહેરમાં હાલ નગર પાલિકા તંત્ર દ્વારા ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આજરોજ પાલિકા દ્વારા દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તારના વ્હોરા મુસાફરખાના પાસેના ગેરકાયદેસ દબાણો જેવા કે, ઓટલાઓ વિગેરે જેસીબી મશીનથી તોડી નાખવામાં આવ્યા હતા.
દાહોદ શહેરમાં પાલિકા તંત્ર ફરી સક્રિય થયુ છે અને દાહોદમાં ગેરકાયેદ દબાણો, ઝુકાટો વિગેરે હટાવવાની કામગીરી શરૂ કરી છે ત્યારે આજરોજ શહેરના સ્ટેશન રોડ વિસ્તારના વ્હોરા મુસાફરખાના વિસ્તારમાં દાહોદ નગરપાલિકાએ ધામા નાખ્યા હતા અને આ વિસ્તારમાં ગેરકાયદે દબાણો જેવા કે, મકાન,દુકાનના ઓટલાઓ, ઝુકાટો વિગેરે જેસીબી મશીનથી તોડી પાડવામાં આવ્યા હતા.