દાહોદના કાળીડેમ ખાતે ૪ વિદ્યાર્થીઓ તળાતા એકનું મોત નીપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૫
દાહોદ તાલુકામાં આવેલ કાળીડેમ ખાતેનો ચકચાર મચાવી મુકનાર તેમજ પરિવારમાં કરૂણાંતિકા છવાઈ જાય તેવો બનાવ બનવા પામ્યો છે જેમાં દાહોદ ઈજનેર કોલેજમાં અભ્યાસ કરતાં ૬ વિદ્યાર્થીઓ કાળીડેમ ખાતે ભરવા ગયાં હતાં જ્યાં ૪ વિદ્યાર્થીઓના પગ લપસતાં ડેમમાં પડી જતાં ચાર પૈકી ૧ યુવકનું ડેમમાં ડુબી જવાથી મોત નીપજ્યું છે.
આજરોજ દાહોદની ઈજનેર કોલેજમાં અભ્યાસ કરતાં ૦૩ વિદ્યાર્થીનીઓ અને ૦૩ વિદ્યાર્થીઓ મળી કુલ ૦૬ વિદ્યાર્થીઓ દાહોદ નજીક આવેલ કાળીડેમ ખાતે ફરવા ગયાં હતાં. આ દરમ્યાન કાળીડેમમમાં ચાર વિદ્યાર્થીઓ ડેમની આસપાસ હતાં તે સમયે ચાર વિદ્યાર્થીઓના પગ લપસતાં ચારેય વિદ્યાર્થીઓ ડેમના પાણીમાં પડી ગયાં હતાં. સ્થળ પર બુમાબુમ થતાં સ્થાનીક લોકો દોડી આવ્યાં હતાં અને ડુબી રહેલા ૪ વિદ્યાર્થીઓ પૈકી ૩ને હેમખેમ બહાર કાઢવામાં આવ્યાં હતાં પરંતુ જેમાં છયાંગ નળવાયા (રહે.ગોદી રોડ, દાહોદ) જે એક વિદ્યાર્થી ડેમના પાણીમાં ઉંડે સુધી ડુબી જતાં તેનુ મોત નીપજ્યું હતું. મૃતક છયાંગની ભારે શોધખોળ બાદ મૃતક યુવકનો મૃતદેહ ડેમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જાણવા મળ્યાં અનુસાર, મૃતક છયાંગ પરિવારનો માત્ર એકનો એક દિકરો હતો. યુવક વિદ્યાર્થીના મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાને પગલે સ્થળ પર પોલીસ પણ દોડી ગઈ હતી અને મૃતક યુવકના મૃતદેહને પીએમ અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હતો.