ઝાલોદ નગરની વૈષ્ણવ હવેલીનો ૮૫મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો : 1008 શ્રી હરિરાયજી મહારજજીની વિશેષ ઉપસ્થિતિ પાટોત્સવના પ્રસંગને શોભાવતી હતી

ઝાલોદ તા.7

રિપોર્ટર : પંકજ પંડિત

આજ સવારથી વૈષ્ણવ હવેલીનો ૮૫મો પાટોત્સવ હોવાથી સર્વ વૈષ્ણવ સવારથી જ વૈષ્ણવ હવેલીને ફૂલો થી સજાવતા હતા અને સવારની આરતી અને દર્શનનો લાભ સર્વે લોકોએ લીધો હતો ,આજરોજ સવારે 12 વાગે દાહોદથી વૈષ્ણવ સંપ્રદાયના બાવા શ્રી પધારેલ હતા શ્રી શ્રી 1008 શ્રી હરિરાયજી મહારાજ ની વિશેષ ઉપસ્થિતિ પાટોત્સવના પ્રસંગને શોભાવી રહી હતી, વૈષ્ણવ હવેલી ખાતે મહારાજ શ્રી આવતા જ વલ્લભાધીશ કી જય ના નારાથી મંદીર ગુંજી ઉઠયું હતું ,ત્યાર બાદ જે વૈષ્ણવના બ્રહ્મ સંબંધ લેવાનાં બાકી હતા તેમણે બ્રહ્મ સંબંધ આપવામાં આવ્યા ત્યાર બાદ 1008 શ્રી હરિરાય મહારાજજી નો વૈષ્ણવ સંપ્રદાયના અમુક પરિવારોને ત્યાં પધરામણી કરવામાં આવી ત્યાં અને ત્યાર બાદ બપોરે 2 વાગે હવેલી ખાતે નંદ મહોત્સવ ઉજવવામા આવ્યો પછી રાત્રે 8 વાગે ઉરેશભાઈ પરીખના ઘરેથી કળશ શોભાયાત્રા કાઢવામાં આવી હતી સાથે દાહોદથી પધારેલ 1008 શ્રી હરિરાયજી મહારાજ પણ ફૂલોથી સજાવેલ રથમાં સવાર થઈ નગરમા કળશ શોભાયાત્રા સાથે નીકળ્યા હતા દરેક જગ્યાએ રથ નું સ્વાગત ફૂલોથી કરવામાં આવતું હતું ,ત્યાર બાદ મીઠાચોકમા રાસ ગરબા પણ રમવામાં આવેલ હતા ત્યાર બાદ વણિક સમાજની વાડી ખાતે સર્વે સમાજના લોકોએ સાથે સમૂહ ભોજન કર્યું ,આમ વૈષ્ણવ હવેલીનો પાટોત્સવ ખુબજ ભવ્ય રીતે ઉજવવામા આવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: