ઝાલોદ નગરના સોમનાથ મંદિર ખાતે ધર્મ જાગૃતિ અંગે સેમિનાર યોજાયો : નાના બાળકોમા સારા સંસ્કારનું સિંચન થાય અને ધર્મ પ્રત્યે જાગરુકતા વધે તેવો આશય
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૬
આજ રોજ ઝાલોદ નગરના સોમનાથ મંદિર પર હિન્દુ ધર્મ પ્રત્યે જાગરુકતા વધારવા તેમજ ધર્મથી બાળકો તેમજ યુવા વર્ગમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી ઇસ્કોન દાહોદના સહયોગથી સેમિનાર યોજાયો હતો, તેમાં ઝાલોદના પાર્થ ભાટીયા, સનાતન કૃપા દાસ ( ઇસ્કોન દાહોદ )અને તેમની સાથે બલરામભાઈ હાજર હતા શ્રી મદ ભાગવત ગીતાના માધ્યમથી ધર્મ અંગે શિક્ષણ અપાયું હતું, આજના યુગમાં ધર્મનું જીવનમાં કેટલું મહત્વ છે અને ધર્મ પાલન કરવાથી વ્યક્તિમાં શું પરિવર્તન આવે તેનું શિક્ષણ અપાયું હતું, આજનો યુવા વર્ગ, બાળકોને ધર્મનું પૂરતું શિક્ષણ ન હોવાથી ભટકી રહ્યા છે ,મનુષ્યના જીવનમાં સુખી રહેવા,સમૃદ્ધ રહેવા ધર્મ કઈ રીતે ઉપયોગી બની શકે તે વિશે વિસ્તૃત માહિતી અપાઈ હતી આમ આજે ધર્મ પ્રત્યે જાગૃત કરવા તેમજ હિંદુઓ મા એક થાય તે હેતુથી ખુબજ સુંદર આયોજન કરવામાં આવેલ હતું