દાહોદ શહેરમાં સમી સાંજે યુવકની હત્યાથી ચકચાર મચી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૨
દાહોદ શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા એવા કુકડાચોક (વલ્લભચોક ) ખાતે સમી સાંજે સાવ નજીવી બાબતે ઉપરા છાપરી ચાકુના ઘા ઝીકી એક ઈસમની ર્નિમમ હત્યાં કરી દેતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યું છે. સામાન્ય રીતે ટ્રાફિક જામનો અકસ્માતનુ નજીવું કારણ હત્યાં માટે દર્શાવાઈ રહ્યું છે. ત્યારે પ્રત્યક્ષ દર્શિયો અને ઘટના સ્થળે ઉમટી પડેલા લોકટોળાએ આ હત્યાં ટાર્ગેટ કિલિંગ હોવાનું કે કોઈ અદાવતે થયાં હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. ત્યારે પોલીસ માટે પણ આ હત્યાં સોપારી લઈને કરાઈ છે. કે કેમ.? તે ઘનિષ્ટ તપાસનો વિષય બની જવા પામેલ છે.જાેકે પોલીસે ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ મળી આવેલો બાઈક નંબરના આધારે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. ત્યારે હત્યાં સંદર્ભે તરેહ તરેહની ચર્ચાઓએ જાેર પકડ્યું છે.
મળતી માહિતી મુજબ આજે સમી સાંજે ૬ ના સુમારે ઉચવાણીયા વાળા રોડ હમીદી મોહલ્લાના રહેવાસી યુનુસભાઇ અકબરભાઈ હમિદ (ખાટી ભાજી) એમ જી રોડ થઈ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે સમયે ગોધરા રોડ તરફથી એક મોટરસાઇકલ સવાર પસાર થઈ રહ્યો હતો. તે સમયે યુનુસભાઇની મોટરસાઇકલ અને ગોધરારોડ તરફથી આવતી મોટરસાઇકલ કુકડાચોક (વલ્લભ ચોક) પર અથડાઈ હોવાનું કેહવાઈ રહ્યું છે. આ સમયે બન્ને બાઈક ચાલકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હોવાનું કેહવાઈ રહ્યું છે.અને તે સમયે ગોધરારોડથી આવતા ઈસમે પોતાના પેન્ટમાં સંતાડી રાખેલા છરો કાઢી યુનુસભાઈના પેટમાં ને છાતીના ભાગે ઉપરા છાપરી ઘા ઝીકી દેતા યુનુસભાઈ સ્થળ પર જ ફસડાઇ ને જમીન પર પડ્યા હતા. તો ખુબજ આક્રોશમાં જણાતા હુમલાખોરે યુનુસભાઈના પેટમાં તેમજ મોઢાના ભાગે લાતો પણ મારી હોવાનું જાણમાં આવ્યું છે.બનાવની ગંભીરતા જાેતા અફરાતફરીના માહોલ વચ્ચે ટ્રાફિકથી સતત ધમધમતા ઘટના સ્થળની આજુબાજુની દુકાનો ટપોટપ બંધ થઈ જવા પામી હતી. તો ગણતરીની સેકન્ડોમાં કોઈક કંઈક સમજે તે પહેલા જ હત્યાર ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. આ સબન્ધે વાયુવેગે નગરમાં વાત ફેલાતા બનાવ સ્થળે ભારે લોકટોળા ઉમટી જવા પામ્યા હતા. જયારે બનાવ સ્થળે આવી પહોંચેલી પોલીસે હુમલાનો ભોગ બનેલા યુનુસભાઈ ને સારવાર અર્થે જનરલ હોસ્પીટલ ખાતે મોકલી દેવાયા હતા. જ્યા ફરજ પરના તબિબોએ યુનુસભાઇને મૃત જાહેર કર્યો હતો. આમ સમી સાંજે બનેલા હત્યાંના બનાવથી સમગ્ર પંથકમાં એક પ્રકારના ભય સાથે હાહાકાર મચી જવા પામ્યો છે.
દાહોદ શહેરના કુકડા ચોક ખાતે સમી સાંજે બનેલા બનાવમાં યુનુસભાઇની હત્યા કોઈક અદાવતમાં કરવામાં આવી છે. કે સોપારી લઈને કરવામાં આવી છે. તેવી શંકા પણ અસ્થાને નથી યુનુસભાઇની કાર્યશીલી પણ અનેકવિધ રીતે વિવાદોમાં ઘેરાયેલી હોવાનું તેમનાં અંગત વર્તુળમાં ચર્ચાઈ રહી છે. અને જાે આ હત્યાં અદાવતમાં થઇ છે.સોંપરી આપીને કરવામાં આવી છે.તે દિશામાં પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે. ત્યારે ખરેખર આ વાતમાં તથ્ય હોય તો સોપારી આપનાર કોણ..?તેવા પ્રશ્નો પણ પ્રજામાનસના મનમાં ઉદભવવા પામ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: