ઝાલોદ નગરની સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ઠંડા પાણીના કૂલર પર દાતાર દ્વારા આર.ઓ મુકવામાં આવ્યું : બનવારીલાલ અગ્રવાલ તરફથી આર.ઓ નખાવવામાં આવ્યું

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૨૭

હાલ દરેક જાહેર જગ્યાએ સુદ્ધ પીવાના પાણીની સમસ્યા વર્તાય છે, સુદ્ધ પીવાનું પાણી તેં માનવ જીવન માટે ખૂબ જરૂરી છે, સુદ્ધ પીવાનું પાણી જો દરેક વ્યક્તિને મળે તો કેટલીય ગંભીર બીમારીઓ ઓછી થઈ જાય
ઝાલોદ નગરમાં રહેતા રહીશ શ્રી બાલાજી મેડીકોસના માલિક બનવારીલાલ અગ્રવાલ દ્વારા ઝાલોદ સબ હોસ્પિટલની મુલાકાત લીધી હતી ,ત્યાં પૂછપરછ દરમ્યાન તેમને સબ હોસ્પિટલ ખાતે પીવાનું સુદ્ધ ફિલ્ટર આર.ઓ પાણીની કમી જોવાઈ તેમને આ પ્લાન્ટ સત્વરે હોસ્પિટલ ખાતે નખાવી ત્યાં આવતા જતા દર્દી તેમજ સ્ટાફને રાહત કરી આપી હતી તેમનો આશય એટલો જ હતોકે પીવાના પાણીને લઈ કોઈ દર્દીને તકલીફ ન પડે અને આવતા જતા દર્દીઓ નું સ્વાસ્થ્ય જળવાય

ઝાલોદ નગરના સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ઠંડા પાણીના કૂલર પર આર.ઓ બનવારીલાલ અગ્રવાલ તરફથી હોસ્પિટલને અપાતા ગરમીના સમયમાં આવનાર દર્દીને શુદ્ધ અને ચોકખું પીવાનું પાણી મળે તે આશયથી બનવારીલાલ અગ્રવાલ તરફ થી સબ હોસ્પિટલ ખાતે આર.ઓ આપવામાં આવ્યું ,આ પ્રસંગે હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ, ડોક્ટર તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પાન્ડે હાજર રહ્યા હતા ,ઉપસ્થિત સૌ કોઈએ દાતાર બનવારીલાલ અગ્રવાલનો આભાર માન્યો હતો અને આવી સેવાકીય પ્રવૃત્તિ કરાતા રહો તેમ કહ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: