વિશ્વ સાયકલ દિવસ : દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી ડો હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી દાહોદ ખાતેની સાયક્લોથોનનો લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો : કલેક્ટર શ્રી દાહોદ પડાવ માંથી વહેલી સવારે સાયક્લીંગ કરીને લોકોને સ્વસ્થ રહેવાનો સંદેશો આપ્યો
દાહોદ તા.૦૩
અંગદાન એ જ મહાદાનના સંકલ્પને વેગવંતુ બનાવીને જન જન માં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશયથી મંતવ્યન્યુઝ દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું
વિશ્વ સાયકલ દિવસે કલેક્ટર ડો હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી સુ શ્રી નેહા કુમારી અંગદાન એ જ મહાદાનના સંકલ્પને વેગવંતુ બનાવવા જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશયથી મંતવ્ય ન્યુઝ દ્વારા આયોજીત સાયક્લોથોનનું દાહોદ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.
બંને અધિકારીશ્રીઓ દ્વારા લીલીઝંડી આપ્યા બાદ ખૂદ પોતે પણ સાયકલ ચલાવીને અંગદાનના સંદેશાને જનવ્યાપી બનાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.
આ સાયકલ રેલી સરદાર ચોક પડાવ થી નીકળીને દાહોદ નગરના વિવિધ વિસ્તારોમાં થઈને નગરપાલિકા ચોક ખાતે સમાપન કરાયું હતું.
કલેક્ટરશ્રી એ સાયક્લીંગ કરીને લોકોને આરોગ્યપ્રદ રહેવા માટે સાયક્લીંગ અતિમહ્તવનું હોવાનો સંદેશો પણ આપ્યો હતો.
અંગદાન એ જ મહાદાનની જનજાગૃતિ માટેની સાયક્લોથોનમાં દાહોદ નગરપાલિકાના પ્રમુખ સુશ્રી રીના બેન પંચાલ ઝાયડ્સ હોસ્પિટલના ડીન, અંગદાન જનજાગૃતિની પ્રવૃતિ માટેના સહિત દાહોદ શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.