મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી તેમજ બસમાં બેસેલા અન્ય મુસાફરોનું આબાદ બચાવ થયો : દાહોદના કાળી તળાઈ નજીક એસ.ટી બસ અને આઇઝર બસ વચ્ચે અકસ્માત : ૪ થી ૫ મુસાફરો ઈજાગ્રસ્ત

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૩
દાહોદ તાલુકાના કાળી તળાઈ નજીક ઇન્દોર – અમદાવાદ હાઇવે પર આજરોજ સવારના સમયે આઇસર અને જી્‌ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ૪ થી ૫ જેટલા મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી તેમજ બસમાં બેસેલા અન્ય મુસાફરોનું આબાદ બચાવ થયો હતો.
ઈન્દૌર – અમદાવાદ હાઇવે દીન પ્રતિદિન અક્સમાત ઝોન તરફ આગળ વધી રહ્યું હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે. ગઇ કાલે લીમખેડા તાલુકાના દાભડા નજીક ટેન્કર અને જી્‌ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ૮ થી ૧૦ જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા . અનેને એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તયારે આજરોજ કાળી તળાઈ નજીક આઈસર ટ્રક તેમજ જી્‌ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માત બાદ આઈઝર ટેમ્પો ડીવાઈડર પર ચડી ગયો હતો ત્યારે જી્‌ બસ રોડ નજીક ખાડા ઉતરી ગઈ હતી. વહેલી સવારે સર્જાયેલા અક્સમાંતમાં આઇશર ટ્રકના ચાલક ને ઈજાઓ પોહચી હતી અને બસમાં બેસેલા ૪ થી ૫ મુસાફરોને ઈજાઓ પોહચી હતી તેમજ બસમાં બેસેલા અન્ય મુસાફરો નું આબાદ બચાવ થયો હતો અકસ્માત નિ જાણ પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળે પોહચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!