ઝાલોદ નગરના ખરસાણા મુકામે ઝાડી ઝાખરામાં અજાણ્યા યુવકની લાશ મળી આવી : હાલ યુવક કોણ છે તેની કોઈ ખબર પડેલ નથી
રિપોર્ટર : પંકજ પંડિત

02 – 06 – 2022 ગુરુવારના રોજ સવારના 11:00 વાગ્યાના સમયે ખરસાણા ગામનો યુવાન વિનુભાઈ રૂપાભાઈ કામોળ તેમની ઘરની નજીક આવેલ કોતરમા કુદરતી હાજતે જતાં હતાં તે દરમિયાન તેમને ખરાબ દુર્ગંધ આવતી હતી તેથી તેમના દ્વારા નજીકની ઝાડી ઝાખરામાં તપાસ કરતા બાવળના ઝાડ નીચે જોતા કોઈ અજાણ્યા ઈસમની લાશ જોવા મળેલ હતી, તે યુવકની ઉંમર આસરે 30 થી 40 વર્ષની લાગતી હતી

