ઝાલોદ તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા આદિવાસી સત્યાગ્રહ અંતર્ગત આયોજન અંગે મીટિંગ યોજાઈ : ઝાલોદ કોંગ્રેસ પ્રમુખ મૂકેશ ડાંગી ની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ
રિપોર્ટર : પંકજ પંડિત
તા.૧૦/૦૬/૨૦૨૨ શુક્રવાર ના રોજ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા આદિવાસી સત્યાગ્રહ રેલી અંતર્ગત ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દદ્ધારા આયોજીત આદિવાસી સંમેલન માં ઉપસ્થિતિ રહેનાર હોઈ તે સંમેલનના આયોજનના ભાગ રુપે ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ મુકેશ.એસ.ડાંગી ની અધ્યક્ષતામાં મીટીંગ રાખવામાં આવેલ હતી જેમાં ઝાલોદ તાલુકા કોંગ્રેસ ના આગેવાન કાર્યકર્તા ઓ ઉપસ્થિતિ રહયા હતા.