ઝાલોદ તાલુકાના આંબા ગામે મકાનમાંથી વિદેશી દારૂ બિયરના ટીન મળી આવ્યા : 88210 રૂપિયાનો વિદેશી દારૂ બિયરનો માલ પકડાયો
રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૦૪
પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા તથા પોલીસ અધીક્ષક દાહોદ નાઓએ પ્રોહી જુગારની બદી નેસ્તનાબૂદ કરવા સૂચના કરેલ તેમજ વિજયસિંહ ગુર્જર પોલીસ અધિક્ષક ઝાલોદ ડીવીઝન તથા એસ.સી.રાઠવા સી.પી.આઇ ઝાલોદના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ લીમડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.એલ.ડામોર તથા પોલિસ સ્ટાફના માણસો દ્વારા બાતમીના આધારે લીમડી પોલીસ સ્ટેશનના આંબા ગામે ભૂરીકોતેડી ફળિયામાં રહેતા રાજુ સુરમલ બારીયાના મકાનમાં બિનઅધિકૃત રીતે રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ટીન બીયરનો જથ્થો રેડ કરી પકડી 88210 રૂપિયાનો માલ પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરી લીમડી પોલીસ સ્ટેશનમા ગુનો નોંધેલ છે

