દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં પોલીસનો સપાટો : પોલીસે બાઈક પર વિદેશી દારૂની હેરાફેરી કરતા યુવક પાસેથી રૂા. ૫૭ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૫
ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માં દારૂ ની હેરાફેરી કરતા શખ્સ ને ફતેપુરા પોલીસે ૫૭૮૪૦/- ના મુદ્દા માલ સાથે એક ની ધરપકડ કરી હતી.
ફતેપુરા તાલુકો રાજસ્થાન ની સરહદ પર આવેલો તાલુકો હોવા થી અવારનવાર રાજસ્થાન થી ગુજરાત માં બૂટલેગરો દ્વારા અવનવી તરકીબો અપનાવી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ઘુસાડવામાં આવે છે. પરંતુ ગુજરાત માં દારૂ બંદી હોવા છતાં રાજસ્થાન થી મોટા પ્રમાણ માં દારૂ ની હેરા ફેરી થતી હોય છે જ્યારે બીજી તરફ ગુજરાતમાં દારૂ બાંધી હોવા થી પોલીસ દ્વારા દારૂ બંદી ની કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ત્યારે ફતેપુરા પોલીસે વધુ એક આરોપી સાથે દારૂ ઝડપી પાડયો હતો.
ફતેપુરા પોલીસ ને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફ થી એક સ્પ્લેન્ડર મોટરસાયકલ ઉપર ભારતીય બનાવટ નો વિદેશી દારૂ લઈ આવી રહ્યા હોવા ની બાતમી ના આધારે ફતેપુરા પોલીસે વોચ ગોઠવી ઊભા હતા તે સમયે એક સ્પ્લેન્ડર મોટર સાયકલ લઈ બે શખ્સો આવી રહ્યા હતા અને જે પોલીસ ના માણસો ને જાેઈ ભાગવા નો પ્રયત્ન કરતા એક શખ્સ ડુંગર તરફ ભાગવા માં સફળ રહ્યો હતો ત્યારે બીજી તરફ એક વ્યક્તિ ને પોલીસ દબોચી લઈ તપાસ કરતા ભારતીય બનાવટ નો વિદેશ દારૂ કુલ ૨૬૪ બોટલો મળી આવી હતી જેમાં અલગ અલગ બ્રાન્ડ નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ મળી આવ્યો હતો જેમાં ૭ પેટી મળી આવી હતી. ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂ ના પ્રિન્સ દેસી મદિરા ૧૮૦ મિલી ના પ્લાસ્ટિક ના કવોટરિયા ૧૯૨ નંગ ૧૯૨૦૦/- ની કિંમત ના , ગોડ ફાધર બિયર ૫૦૦ મિલી ના ટીન ૭૨ નંગ ૮૬૪૦/- ની કિંમત નો એમ કુલ ૨૬૪ નંગ બોટલો કિંમત રૂપિયા ૨૭૮૪૦/- નો , મોટર સાયકલ ૨૫૦૦૦/- રૂપિયા ની તેમજ મોબાઈલ ફોન ની કિંમત ૫૦૦૦/- મળી ને કુલ ૫૭૮૪૦/- માં મુદ્દા માલ સાથે એક શખ્સ ની ધરપકડ કરી ફતેપુરા પોલીસ મથકે પ્રોહીબીસન એક્ટ મુજબ નો ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: