ઝાલોદ નગરમાં પાકા દબાણ દુર ન કરવા તંત્ર દ્વારા આંખ આડા કાન : નાના કેબિન તેમજ હાથલારી તેમજ પથારી વાળા ગરીબ વર્ગને નોટિસો ફટકારાઈ તો પાકા દબાણ કર્તાને કેમ નોટિસ નથી ફટકારતી

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૫

 ઝાલોદ નગરમાં સ્વેચ્છીક દબાણ દુર કરવા નાના દબાણ કરતા લોકોને ઝાલોદ નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવેલ ,ત્યારે ઝાલોદ નગરમાં પણ ઘણા પાકા દબાણકારો  છે તો તેમને દૂર કરવા કેમ નોટિસ ફટકારવામાં આવતી નથી આવો વેધક સવાલ ઉઠવા પામ્યો છે, ઝાલોદ નગરમાં અનેક સ્થળોએ મોટા પ્રમાણમાં દબાણ રોડ પર પણ જોવાય છે છતાય નગરપાલિકા દ્વારા બેવડી નીતિ રાખી કામ કરવામાં આવેલ છે, સામાન્ય ગરીબ મજૂરી કરતો વર્ગ દબાણમાં જોવાય છે તો વર્ષોથી દબાણ કરતા લોકો પર કેમ કાયદેસર પગલા લેવામાં આવતા નથી એવા વેધક સવાલો ઉત્પન્ન થવા પામેલ છે, ઝાલોદ નગર પાલિકા દ્વારા ઝાલોદ શહેરના નકશા મુજબ દબાણો દૂર કરવામાં આવેતો અનેક ગેરકાયદેસર બાંધકામ નીકળી શકે તેમ છે અને સરકારી જમીનો પાછી મળી શકે તેમ છે, જો ઝાલોદ શહેરના નકશા મુજબ કાયદેસરની કાર્યવાહી કરી અમલ કરાયતો ઝાલોદ નગરની ટ્રાફિક સમસ્યા દૂર થઈ શકે છે, હવે જોવાનું રહ્યું કે તંત્ર ફક્ત ગરીબો અને મજૂરી કરતા હાથલારી વાળા ઉપર પગલાં ભરે છે કે મોટા દબાણકર્તા વિરુદ્ધ પણ પગલાં લેશે, હવે જોવાનુ રહ્યું કે ઝાલોદ નગરપાલિકા  દ્વારા હવે કેવા પગલાં લેવાશે ? કે પછી આંખ આડા કાન કરશે, આ મુદ્દો ઝાલોદ નગરમાં લોકચર્ચાનો વિષય થવા પામ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!