હાઈરિસ્ક, કોમ્પલીટેડ ઓપરેશન ૨(બે) દર્દીઓના ઓપરેશન ઝાયડસ હોસ્પિટલમાં કરવામાં આવ્યા : મેડિકલ હિસ્ટ્રીમાં દાહોદમાં પ્રથમ વખત આવી સર્જરીઓ કરવામાં આવી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૧
દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં હાઈરિસ્ક,કોમ્પલીટેડ ઓપરેશન ૨(બે) દર્દીઓના ઓપરેશન ઝાયડસ હોસ્પિટલમાં કરવામાં આવ્યા જે મેડિકલ હિસ્ટ્રીમાં દાહોદમાં પ્રથમ વખત આવી સર્જરીઓ કરવામાં આવી હતી.
ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સી.ઈ.ઓશ્રી પ્રોફેસર(ડો.) સંજય કુમાર ની સુચના તથાં મેડિકલ સુપ્રિટેન્ડેન્ટશ્રી ડો.ભરત એન હઠીલાના માર્ગદર્શન હેઠળ દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં હાઈ રિસ્ક તથા કોમ્પલીટેડ સુપ્રામેજર કરવાનું કામ પણ ઝાયડસ હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરો દ્વારા હાથ ધરવામાં આવેલ છે ત્યારે આ બાબતે પત્રકાર વાર્તાનું સંબોધન કરતાં તેઓએ જણાવ્યું હતું કે, આપણો દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. દાહોદમાં ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બન્યા પછી દરેક સુવિધાઓ મેડિકલ ક્ષેત્રે જયારે ઝાયડસ પૂરું પાડવામાં સક્ષમ પડે છે.ત્યારે હાલમાં ઝાયડસ હોસ્પિટલમાં ગત સપ્તાહે સુપ્રામેજર સર્જરીઓ ઝાયડસ હોસ્પિટલના પ્રાંગણમાં ૪ તબીબી નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા ડો.મધુકર.આર.વાઘ ના નેતૃત્વમાં ડો.કમલેશ ગોહિલ, તથાં ડો.રાહુલ પરમાર તેમજ એનેસ્થેટિક ડો.શૈલેશ પટેલની ટીમ દ્વારા પહેલા ૧ પેસન્ટ જેમનું નામપ્રભાતજેઓ પાલનપુરના રહેવાસી છે તેઓની નાની વય માં એસીડ પી ગયેલ હોઈ તેઓની અન્નનળી ખરાબ થઇ જતાં ૧૫ વર્ષની ઉંમરથી ગત સપ્તાહ સુધી તેઓ બહાર થી ફીડીંગ ગેસ્ટ્રોસમી દ્વારા તેઓ અન્ન ગ્રહણ કરતાં હતાં અને અચાનક તેઓને ફરીથી પોતાનું જીવન અન્ય વ્યક્તિઓની જેમ જીવવાની ઈચ્છા પ્રવર્તા તેઓએ ગુજરાતના જુદા જુદા મલ્ટીસ્પેશીયાલીસ્ટ હોસ્પિટલોનો સંપર્કકરીને આનો વિકલ્પશોધી અને અન્ય વ્યવસ્થા માટે જાતે તપાસ કરેલ પરંતુ ગુજરાતના કોઈ પણ હોસ્પિટલમાં તેઓને આ મામલે કોઈ પણ પ્રકારનું સોલ્યુશન કે આશાવાદી જવાબ મળેલ નહીં જેથી તેઓને દાહોદ,ઝાયડસ મેડિકલ હોસ્પિટલનો સંપર્ક કરેલ જયારે ડો.મધુકર.આર.વાઘ જાેડે ઓપીડીમાં આ મામલે ચર્ચા કરતાં તેઓએ આ બાબતનું સોલ્યુશન આપતાં જણાવેલ કે આ ઓપરેશન તમારું કરી શકાય તેમ છે, પરંતુ હાઈ રિસ્ક હોવાથી જાે આપસમંત હોવ તો આ બાબતે આગળ વધી શકાય જે બાબતે પેસન્ટ સંમતી આપતાં તેઓનું ગત સપ્તાહે એકદમ સફળ ઓપરેશન ડો.મધુકર.આર.વાઘ તથાં તેમની ટીમે પાર પડેલ હતું અને હાલ સદર દર્દી અંડર ઓબર્જેવશન છે, સ્વસ્થ છે અને તેઓને જે અન્ય અન્નનળી સર્જરી કરીને બેસાડેલ છે તેના દ્વારા તેઓને પ્રવાહી આપવામાં આવેલ છે તેના દ્વારા સારા પરિણામ મળી રહ્યા છે બીજા હાઈ રિસ્ક ઓપરેશનની વાત કરીએ તો અન્ય પેસન્ટસાજનજેઓ મધ્ય પ્રદેશના,ખેરગાંવ ના રહેવાસી છે જેઓને પેટમાં ૧ વર્ષ ઉપરાંતથી બરોડની મોટી ગાંઠ હતી જેના લીધે દર્દીનું એચબીએકદમ લો રહેતું હતું જેના કારણે તેઓનું મૃત્યુ પણ થઇ શકે તેવી શક્યતાં હતી જેને લઈને તેઓ દ્વારા ગુજરાત તથાં મધ્ય પ્રદેશના વિવિધ હોસ્પિટલોમાં આ સબંધે નિદાન બાબતે તપાસ કરાવેલ પરંતુ તેઓને કોઈ પણ જગ્યાએ હકારાત્મક જવાબ મળેલ નથી અને તેઓએ,દાહોદ ઝાયડસ હોસ્પિટલનો સંપર્ક કરી તેઓની ઓપીડીમાં તપાસ કરાવતાં દાહોદ ઝાયડસ હોસ્પિટલમાંથી રીપોર્ટ કરાવેલ અને તેના આધારે તેઓનું જાેખમી ઓપરેશન કરવા માટે ડોક્ટરોની ટીમે હામી ભરેલ અને આ બાબતની ગંભીરતા પેસન્ટ પોતે જાણતા હોઈ તેઓએ પોતે સ્વીકૃતિ આપતાં ઝાયડસ હોસ્પિટલની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડી તેમનાં પેટ માંથી ૨.૫ કિલો જેટલા વજનની બરોડની ગાંઠ તેમના ઓપરેશન બાદ કાઢવામાં આવી હતી જેની સાઈઝ ૩૦ઠ૧૫ સીએમ છે.
આમ ઝાયડસ હોસ્પિટલની ટીમ દ્વારા બંને સુપ્રામેજર સર્જરી કરી અને બે વ્યક્તિઓને નવીન જીવન આપી પોતાનું જીવન અન્ય વ્યક્તિઓ જેમ જીવવાની એક તક આપી અને ડોકટરોની ટીમએ એક ઉત્ક્રુષ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!