ઝાલોદ નગરની મહિલા પર સાસરીયાઓ દ્વારા ત્રાસ : મહિલા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઇ :
ઝાલોદ નગરની મહિલા પર સાસરીયાઓ દ્વારા ત્રાસ : મહિલા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઇ
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૯
મહિલાને લગ્નને દસ વર્ષ થયા હતા, સાસરીયાઓ દ્વારા માનસિક તેમજ સારીરીક ત્રાસ અપાતો હતો
ઝાલોદ નગરની યુવતીના લગ્ન બરોડા રહેતા મિહિર સુંદરલાલ ટેલર જોડે દસ વર્ષ પહેલા સામાજિક રીત રિવાજ પ્રમાણે થયા હતા ,લગ્ન દરમ્યાન તેમને સંતાનમાં નવ વર્ષનું એક બાળક છે, આઠ વર્ષ સુધી બંનેનું લગ્નજીવન સારી રીતે ચાલતું હતું, છેલ્લા બે વર્ષથી પતિ દ્વારા દારુ પી ને અવારનવાર ગાળો દઈ મારઝૂડ કરવામાં આવતી હતી, પતિ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો તે અવારનવાર ઝઘડામાં તું મને નથી ગમતી, મારે તારી સાથે છૂટાછેડા લેવાં છે તથા અહીંયાં રહેવું હોયતો તારા બાપને ત્યાથી પૈસા લઈ આવ તેવી માંગણી કરવામાં આવતી હતી, મહિલાના પતિને તેની માતા,પિતા,નણંદ દ્વારા પણ ખોટી ચઢામણી કરી ઉશ્કેરવામા આવતા હતા અને મહિલાને ઘરેથી કાઢી મુકવા કહેવામાં આવતું હતું ,પરિણીતાની સોના ચાંદીની રકમ ,એફ ડી પણ સાસરિયાના કબજામાં છે, પરિણીત મહિલા હાલ તેના પિતાને ત્યાં ઝાલોદ મુકામે આવેલ છે છેલ્લે થાકી હારી પરિણીત મહિલા દ્વારા પોલિસનું શરણ લીધેલ છે અને મહિલા દ્વારા દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને સાસરિયાઓ વિરુધ્ધ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરેલ છે