પોલીસબેડામાં ગમગીની છવાઈ : ગરબાડાના જેસાવાડા પોલીસ મથકના પોલીસ કર્મચારીનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦3
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પંચેલા ગામેથી પસાર થઈ રહેલ ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ મથકે ફરજ બજાવતાં એક પોલીસ કર્મચારીને અડફેટમાં લેતાં પોલીસ કર્મચારી ગંભીર રીતે ઘાયલ થતાં તેઓને તાત્કાલિક્‌ નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતાં સારવાર દરમ્યાન પોલીસ કર્મચારીનું મોત નીપજતાં દાહોદ જિલ્લા પોલીસ બેડામાં શોકની લાગણી સાથે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ગત તા.૩૦મી જુનના રોજ ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ મથકે ફરજ બજાવતાં જીજ્ઞેશકુમાર કાન્તીલાલ બારીયા સાંજના સાડા સાતેક વાગ્યાના આસપાસ દેવગઢ બારીઆ તાલુકાના પંચેલા ગામેથી દાહોદ થી ગોધરા તરફ જતાં રોડ ઉપરથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે ત્યાંથી એક અજાણ્યો વાહનનો ચાલક પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પોલીસ કર્મચારી જીજ્ઞેશકુમારને અડફેટમાં લેતાં જીજ્ઞેશકુમારને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવમાં આવ્યાં હતાં પરંતુ સારવાર દરમ્યાન પોલીસ કર્મચારી જીજ્ઞેશકુમારનું મોત નીપજતાં આ સમાચાર વાયુવેગે દાહોદ જિલ્લા પોલીસ બેડામાં પ્રસરતાં પોલીસ બેડામાં ચકચાર સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. સંબંધે દેવગઢ બારીઆ તાલુકાના પંચેલા ગામે હોળી ફળિયામાં રહેતાં વર્ષાબેન મોહનભાઈ પટેલ દ્વારા પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: