ઝાલોદ નગરમાં રસ્તા પર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી રાહગીરોને પડતી તકલીફ : હજુ તો વરસાદ બરાબર પડ્યો નથી છતાંય રોડ પર પાણી ભરાઈ જાય છે
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૪
અહીંયાંથી નાના બાળકોને સ્કૂલમાં અવરજવર કરવામાં ખુબજ તકલીફનો સામનો કરવો પડે છે
ઝાલોદ નગરનો ઠુંઠીકંકાસિયા રોડ એ ટ્રાફિક થી ધમધમતો રોડ છે,પંદર દિવસ પહેલા વરસાદ પડતાં થોડું ઘણું પાણી રોડ પર ભરાઈ ગયું હતું ત્યાર બાદ જરાક વરસાદી છાંટા કે થોડા વરસાદ પડતાં વરસાદી પાણી એ આખાં રસ્તા પર આવી ગયેલ છે , તેથી આવતા જતા વાહનોને કે રાહગીરોને અહીંથી નીકળવામાં ખુબજ તકલીફનો સામનો કરવો પડે છે, વાહનો તો ધીરે ધીરે નીકળી જાય પણ ચાલતા રાહગીર રસ્તા પરથી જઈ શક્તો નથી અને તેને વાહનો થી સંભાળી ધીરે ધીરે સાઈડ પર કાચા રસ્તે થી જવું પડે છે, ઘણી વાર ચાલતા વાહનો દ્વારા રાહગીર પર પાણી ઉડતા થોડી બોલાચાલી પણ થઈ જાય છે, તંત્ર દ્વારા પ્રી.મોન્સૂન કરવામાં આવેલ છે કે નહીં તે પણ એક ચર્ચાનો વિષય છે, જો વરસાદ વધુ પડેતો ત્યાં આવેલ ભગીરથ સોસાયટી, જવાહર સોસાયટી તેમજ બીજી બધી સોસાયટીમાં પાણી ભરાઈ જાય તેથી ત્યાં વસતા લોકો ચિંતિત જણાય છે અને તંત્ર સત્વરે પાણી નિકાલની વ્યવસ્થા કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે, આ રસ્તા પર આગળ સ્કૂલો પણ આવેલ છે તેથી આ રસ્તેથી બાળકોની પણ અવરજવર રહે છે, નાના નાના બાળકોને ચાલતા રોડ પરથી જવામાં ખુબજ અગવડતા પડે છે ,આ રોડ પર નીકળતા એક બે મોટા ખાડા પણ આવેલ છે જેથી વરસાદમાં પાણી ભરાઈ જાયતો ગંભીર અકસ્માત પણ સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે, જેથી તંત્ર દ્વારા સત્વરે બધાનું હિત વિચારી આ રસ્તા પર આવી જતાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે