દાહોદ જિલ્લામાં મારામારીના બે બનાવોમાં ત્રણને ઈજા
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લામાં જુદા જુદા કારણોસર જુદી જુદી બે બનાવોમાં ત્રણ જણાને ઈજાઓ થતાં પોલિસમાં ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકામાં બનેલા મારામારીના બે બનાવો પૈકીનો પ્રથમ બનાવ ગરબાડા તાલુકના અભલોડ ગામે બનવા પામ્યો હતો જેમાં હઠીલા ફળિયામાં રહતા મનસુખભાઈ રામાભાઈ ભાભોરે તેમના જ ફળિયામાં રહેતી લીલાબેન દિનેશભાઈ ભાભોરને બેફામ ગાળો બોલી તમો મારી મોટરસાઈકલ આગળથી કેમ નીકળો છો? તેમ કહી રણજીતભાઈ દિનેશભાઈ ભાભોરને માથાના ભાગે લાકડી મારી માથુ લોહીલુહાણ કરી ગંભીર ઈજા પહોંચાડતા આ સંબંધે જેસાવાડા પોલિસ મથકે ફરિયાદ નોંધાતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મારામારીનો બીજા બનાવ ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે બનવા પામ્યો હતો જેમાં ગામમાં વડલા ફળિયામાં રહેતા પ્રેમલાભાઈ સવાભાઈ ગણાવા તેમની પÂત્ન રતાબેન, પુત્ર શાંતીભાઈ તથા પુત્રવધુ શર્મીબેન એમ ચારેય ઝણા ભેગા થઈ રસ્તા બાબતે તેમના ફળિયામાં રહેતા સમીભાઈને લાકડી તથા દિનેશભાઈને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે લીમડી પોલિસ મથકે ફરિયાદ નોંધાતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
