પીપલ કુટા મંદિરે ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા અને સંગીતના તાલે ભકતો ઝૂમી ઊઠ્યા
રિપોર્ટર : ગગન સોની








દાહોદ તા. ૧૪
હિન્દુ શાસ્ત્રો અનુસાર ગુરુની પદવી ભગવાન કરતા પણ મોટી કહેવામાં આવી છે, અષાઢ મહિનામાં આવતી પૂર્ણિમાને મોટી પુનમ એટલેકે ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આજના દિવસે ચાર વેદોનું જ્ઞાન આપનાર મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો તેથી અષાઢ મહિનામાં આવતી પૂર્ણિમાને ગુરૂ પુનમ તરીકે ઉજવાય છે.
ગુરુની પૂજા એમતો તેમના ભક્તો દ્વારા જ્યારે પણ મળે ત્યારે જરૂર કરે છે પણ આજના દિવસેતો શિષ્ય ગુરુને મળવા જરુર પહોંચે છે તેથી દરેક મોટા ગુરુ હોય ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ભીડ જોવા મળે છે. કેટલીક જગ્યાએતો શિષ્યો દ્વારા ગુરુના દરબારમાં મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે જેથી દૂર દૂરથી આવેલ કોઈ પણ વ્યક્તિ ભૂખુના જાય તેમજ શિષ્યો દ્વારા ગુરુના દરબારમાં ભજન કીર્તન કરી આખા વાતાવરણને ભક્તિમય બનાવી દેવામાં આવે છે.
ગુરુનું સ્થાન ભગવાન કરતા ઉંચુ હોવાથી શિષ્યો ગુરુની આરાધના તરીકે પૂજા કરે છે અને તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવે છે અને અબીલ,ગુલાલ, કંકુ ,ચોખા તેમજ પુષ્પથી ગુરુનું પૂજન કરે છે જેથી ગુરુ તેમને સદા સત્કાર્ય તરફ લઈ જાય અને જીવનમાં સફળતા મેળવી ઉજ્જ્વળ ભવિષ્ય બને તેવી મનોકામના શિષ્યો કરે છે.

