જેસાવાડા ગામેથી લગ્નની લાલચે ૧૩ વર્ષીય સગીરાનું અપહરણ !
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે લગ્નની લાલચ આપી એક ૧૩ વર્ષીય સગીરાનું યુવક દ્વારા અપહરણ કરી લઈ નાસી ગયાંનું જાણવા મળે છે. ગત તા.૧૯મી જુનના રોજ ગરબાડા તાલુકાના વડવા ગામે બારીયા ફળિયામાં રહેતાં શૈલેષભાઈ ખુમસીંગભાઈ ભાભોરે ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૩ વર્ષીય સગીરાને પટાવી, ફોસલાવી, લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.