દાહોદ રેલવે પોલીસ સ્ટેશન ખાતે રેલ્વે પોલીસ દ્વારા જાહેર જનતાને બોલાવી સ્થાનિક લેવલે પોલીસની અધ્યતન તકનીકી સેવાઓ બાબત ધોની માહિતી આપવામાં આવી
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૫
કેન્દ્રીય ગૃહ મંત્રીના વરદ હસ્તે તારીખ ૨૩ જુલાઈના રોજ ગાંધીનગર ખાતે ઈ – એફ.આર.આઈ. સેવાનો શુભારંભ તથા રાજ્યકક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રી – નેત્રનું ઉદ્ઘાટન અને બોડી વોર્મ કેમેરાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે અનુસંધાને દાહોદ રેલવે પોલીસ સ્ટેશન ખાતે તારીખ ૨૩ જુલાઈના રોજ જાહેર જનતાને રેલ્વે પોલીસ દ્વારા બોલાવી સ્થાનિક લેવલે પોલીસની અધ્યતન તકનીકી સેવાઓ બાબત ધોની માહિતી આપવામાં આવી હતી જેમાં ઈ – એફ.આર.આઈ., બોડી વોર્મ કેમેરાની સમજ આપવામાં આવી હતી ત્યારે પોલીસની અદ્યતન તકનીકી સેવાઓનો વધુમાં વધુ પ્રચાર થાય તેનો પ્રયાસ પણ સતત ચાલી રહ્યો છે.

