લીમખેડાના પાલ્લી ખાતે ઉજ્જ્વલ ભારત ઉજ્જવલ ભવિષ્ય બીજલી મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૨૬

ભારતની આઝાદીનાં 75 વર્ષની ઉજવણી કરવા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે, ઊર્જા મંત્રાલયે ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રાલય સાથે સહયોગથી લીમખેડાના પાલ્લી ખાતે વિદ્યુત ક્ષેત્રે થયેલ પ્રગતિ અને વર્ષ 2047 સુધીની અપેક્ષાઓ પર “ ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય – બીજલી મહોત્સવ “ કાર્યક્રમ આયોજિત કર્યો હતો. સમગ્ર દેશમાં ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય – પાવર @2047ની છત્રછાયામાં બીજલી મહોત્સવોની ઉજવણી થઈ રહી છે, જેથી વધુ જનભાગીદારી અને ઊર્જા ક્ષેત્રની ગતિવિધિઓને વ્યાપકપણે નાગરિકો સુધી પહોંચાડી શકાય.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સરતનભાઈ ચૌહાણ, જિલ્લા ભાજપ મહામંત્રી સ્નેહલભાઈ, પપ્પુભાઈ, જિલ્લા પંચાયત સભ્ય સી.કે.મેડાભાઈ, વરિષ્ઠ આગેવાન બળવંતભાઈ પટેલ, થાનાવાલાભાઈ, નાયકભાઈ, રાણાભાઇ, શાળાના આચાર્ય, જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી, ચૂંટાયેલ સભ્યો, અધિકારીઓ, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: