પંચમહાલ – મહીસાગર તેમજ દાહોદ જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસોમાં સોમવારથી હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે રૂ.૨૫/- ના નજીવા ભાવે રાષ્ટ્રધ્વજનુ વેચાણ થશે : તમામ પોસ્ટ ઓફીસોમાં સેલ્ફી પોઈન્ટ ઊભા કરવામાં આવ્યાં
દાહોદ તા.૩૧
પંચમહાલ, મહીસાગર તેમજ દાહોદ જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસોમાં સોમવાર તા. ૦૧ – ૦૮ – ૨૦૨૨ થી ૧૫ – ૦૮ – ૨૦૨૨ સુધી હર ઘર તિરંગા અભિયાન ના ભાગરૂપે રૂ.૨૫/- ના નજીવા ભાવે રાષ્ટ્રધ્વજનુ વેચાણ ચાલુ કરવામાં આવશે. સાથે સાથે દરેક પોસ્ટ ઓફિસોમાં એક સેલ્ફી બોર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેમાં દરેક નાગરીક પોતાની ઇચ્છાનુસાર સેલ્ફી લઇને પોતાના સોશિયલ મીડિયા પર #Har Ghar Tiranga#India Post 4 Tiranga સાથે અપલોડ કરી શકશે તો આ સેવાનો લાભ લેવા માટે તમારી નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવા નાગરિકોને જણાવાયું છે.