ઝાલોદ નગરના વિવિધ સ્થાનો ખાતે મન કી બાબતનો પ્રોગ્રામ ભાજપના કાર્યકર્તાઓએ નિહાળ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૩૧
ગુરુ ગોવિંદ શક્તિ કેન્દ્ર ઢાઢીયામાં આજરોજ ઝાલોદ શહેર મહામંત્રી મનુભાઈ બારીયા ના નિવાસ સ્થાને સૌ સાથી કાર્યકરો સાથે મન કી બાત સાંભળી બાદમાં આવનાર કાર્યક્રમ હર ઘર ત્રિરંગા રક્ષા બંધન અને જન્માષ્ટમના કાર્યક્રમોની ઉજવણી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુમૂઁના વિજયની ચોકલેટો વ્હેચી ઉજવણી કરવામાં આવી હતી. સૌ કાર્યકર્તા ભેગા થઈ ચા નાસ્તો કર્યો. આગામી કાર્યક્રમોને સફળ બનાવવા અને બુથ વિસ્તારમાં સદસ્યતા અભિયાનમાં વધુ વધુ કાર્યકારોને જોડવા માટે અપીલ કરવામાં આવી હતી.
તારીખ 31/07/2022 રવિવાર ના રોજ વોડ નંબર 3 માં મન કી બાત કાર્યક્રમ મનીષભાઈ ના ઘરે રાખવામાં આવ્યો હતો એમાં 40-50 કાર્યકરતા ભાઈઓ હાજર રહી કાર્યકમ ને સફળ બનાવ્યો હતો તેમાં ઝાલોદ નગર પાલિકા કાઉન્સિલ બતુલભાઈ , ટપુભાઈ, રાજુભાઈ તથા ઝાલોદ નગર વોડ 3 સંયોજક ચંદકાન્ત ભાઈ ચૌહાણ પ્રભારી વિજયભાઈ. ભાજપા યુવા મોરચા પ્રમુખ સંતોષ ભાઈ ભગોરા તથા જીતેન્દ્રભાઈ શ્રીમાળી તેમજ મંડળ મોરચા આગેવાનો સોવ હાજર રહી કાર્યકર્મ નિહાળ્યો.
આજ રોજ જાફરપુરા શક્તિ કેન્દ્રમાં મન કી બાત કાર્યક્રમ કરવામાં અવ્યો હતો તેમાં હાજર અનિતાબેન મછાર ઉપપ્રમુખ તાલુકા પંચાયત ઝાલોદ, શક્તિ કેન્દ્ર સંયોજક બી ડી મછાર, જેસીંગ વસૈયા, બુથ પ્રમુખ, કાર્યકરો તેમજ ગામના લોકો હાજર રહ્યા હતા તેમજ સદસ્ય અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતું.