દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વેલપુરા ગામના વતની રીટાયર્ડ સમારંભ યોજવામાં આવ્યો : અમદાવાદ ખાતે નોકરી પુરી થતાં વયનિવૃત્તિ સમારંભ યોજવામાં આવ્યો
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૧
અમદાવાદ ખાતે લેબર કોર્ટમાં સુપ્રિન્ટેન્ડેટ તરીકે ફરજ બજાવતા હતા
ઝાલોદ તાલુકાના વેલપુરા ગામના વતની એવા બચુભાઈ હીમાભાઈ વસૈયા અમદાવાદ ખાતે લેબર કોર્ટમાં સુપ્રિન્ટેન્ડેટ તરીકે ફરજ બજાવતા હતા , આ અગાઉ તેઓ જામનગર, દાહોદ, ગોધરા ફરજ બજાવી ચૂક્યા છે તેઓની વય નિવૃત્તિ સમારંભ તેમના નિવાસસ્થાન વેલપુરા ખાતે તેમના કોર્ટના સ્ટાફના મેમ્બરો, પરિવારજનો અને ગ્રામજનોની વચ્ચે યોજાયો ,આ સમારંભમાં તેઓના સ્ટાફ ,પરિવાર તેમજ ગામના આગેવાનો દ્વારા તેમને શાલ ઓઢાવી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ચાંદીનું ભોરીયું પણ પહેરાવવામાં આવ્યું હતું ત્યાર બાદ સૌ સગા સબંધી અને ગ્રામજનો દ્વારા ડીજેના તાલ સાથે નાચીને આ સમારંભને ઉજવવામાં આવ્યો હતો ત્યાર બાદ ઉપસ્થિત દરેક લોકોએ ભોજન લઈ જુદા થયેલ હતા.