ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ : વિશ્વ આદિવાસી દિવસ, મોહરમ, રક્ષા બંધન, જન્માષ્ટમીને લઈ મીટિંગ યોજાઈ

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૦૪

 આગામી તારીખ ૯ ઑગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ, મોહરમ બન્ને એક જ દિવસે આવનાર હોઈ તેને લઈ શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ માળી દ્વારા કરવામાં આવ્યું હતું, પીએસઆઈ માળી દ્વારા ઝાલોદમાં તહેવારો શાંત રીતે ઉજવાય તે રીતે આયોજન કરવા માટે હાકલ કરી હતી ,કાયદાકીય રીતે કોઈ પણ કાર્યમાં અગવડતા પડે તો તુરંત સંપર્ક કરવાં પણ કહ્યું હતું, પોલીસ પ્રજાની મિત્ર છે તે સાથે હતી છે અને રહેશે તેમ પણ પીએસઆઈ માળીએ કહ્યું હતું, દરેક સમાજના લોકો એક બીજાને સહયોગ આપી તહેવારો ઉજવો તેમ પણ કહ્યું હતું ,આ માસમાં વિશ્વ આદિવાસી દિવસ, મોહરમ,રક્ષા બંધન, જન્માષ્ટમી જેવા મોટા તહેવારો આવી રહ્યા હોઈ દરેક વર્ગના લોકો એકબીજાને સહયોગ આપી તહેવારો શાંતિ રીતે ઉજવાય તેનું ધ્યાન રાખવા કહ્યું હતું.ઉપસ્થિત લોકોએ પણ પોલીસને સંપૂર્ણ સહકાર આપી ઉત્સવ ઉજવિશું તેવી બાંહેધરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!